Kankhajura: રસોડાની આ 5 વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે ઘરમાંથી
Get Rid Of Kankhajura: ઘરમાં વારંવાર નીકળતા કાનખજૂરાને જોઈને ચીતરી ચઢે છે અને ડર પણ લાગે છે. આ જીવને પકડવો પણ મુશ્કેલ હોય છે અને તેનો ડંખ પણ ખતરનાક હોય છે. જો તમારા ઘરમાં પણ કાનખજૂરાનો ત્રાસ વધારે હોય તો આજે તમને રસોડાની 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી કાનખજૂરાથી કાયમી છુટકારો મળી જશે.
લસણ
લસણની તીવ્ર ગંધ કાનખજૂરાને ભગાડવા માટે કાફી છે. લસણની કળીની છાલ ઉતારી થોડી વાટી અને કાનખજૂરા નીકળતા હોય તે જગ્યાએ રાખી દો. બસ તમારું કામ થઈ જશે.
ડુંગળી
ડુંગળીની તીખી અને તીવ્ર ગંધ કાનખજૂરાને ભગાડી દેશે. ડુંગળીના ટુકડા કરી કાનખજૂરા નીકળતા હોય ત્યાં રાખી દેવા.
કપૂર
કપૂરની તીવ્ર ગંધ કાનખજૂરાને ભગાડવા માટે કાફી છે. કપૂરનો પાવડર કરી કાનખજૂરા આવતા હોય તેવી જગ્યાઓએ છાંટી દેવો જોઈએ.
લીમડાનું તેલ
લીમડાનું તેલ કીટનાશક છે. લીમડાના તેલને પાણીમાં મિક્સ કરી તેને કાનખજૂરા આવતા હોય ત્યાં છાંટી દેવું જોઈએ.
વિનેગર
વિનેગરની તીવ્ર ગંધ કાનખજૂરાને પસંદ નથી. પાણીમાં વિનેગર ઉમેરી સ્પ્રે બનાવી રાખો. કાનખજૂરા પર આ સ્પ્રે છાંટશો તો તે ઘરમાંથી ભાગી જશે.
Trending Photos