Mukesh Ambani ના જિયો કન્વેંશન સેન્ટરની લિફ્ટ છે 1bhk ફ્લેટ કરતાં મોટી, લિફ્ટમાં લોકોને મળે છે આ સુવિધા
Mukesh Ambani: જિયો વર્લ્ડ સેન્ટર દેશનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે. આ સેન્ટર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલું છે. આ સેન્ટર બનાવવામાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું મહત્વનું યોગદાન છે.
Mukesh Ambani: મુકેશ અંબાણી નામની કોઈ ઓળખાણ ની જરૂર નથી. મુકેશ અંબાણીએ તેના પિતાએ શરૂ કરેલા બિઝનેસને મહેનતથી એટલો આગળ વધાર્યો છે કે તેઓ હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. એટલું જ નહીં જ્યારે અમીર બનવાની વાત આવે તો મુકેશ અંબાણી અને અંબાણી પરિવારનું નામ આવે. મુકેશ અંબાણીનું નામ દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેમની લાઇફ સ્ટાઇલ અને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો ઉપર લોકોની નજર હંમેશા રહે છે.
આ પણ વાંચો:
હોલમાર્ક વિનાના જૂના દાગીના નવી જ્વેલરી પર એક્સચેન્જ કરવાનો સરકારે બદલ્યો નિયમ
તમે પણ પેમેન્ટ માટે કરો છો Credit Card નો ઉપયોગ? તો ફટાફટ જાણો RBI નો આ નવો નિયમ
ભારતના આ રેલવે સ્ટેશન પર છે સૌથી વધુ પ્લેટફોર્મ, ટ્રેન પકડવામાં ભલભલાંને વળે પરસેવો
તેવામાં હવે સોશિયલ મીડિયા પર જિયો કન્વેન્શન સેન્ટરની લીફ્ટ ચર્ચાનો વિષય બની છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે અંબાણીના જિયો કન્વેન્શન સેન્ટરની લિફ્ટને દેખાડી છે. આ લિફ્ટ દુનિયાની સૌથી મોટી પેસેન્જર લીફ્ટ છે. વિડીયો બનાવનાર વ્યક્તિ જણાવે છે કે આ લિફ્ટ મુંબઈમાં વન બીએચકે ફ્લેટ હોય તેટલી મોટી છે. મુંબઈમાં કેટલાક ઘર તો એવા હોય છે જેમાં સોફા રાખવાની જગ્યા નથી હોતી પરંતુ આ લિફ્ટમાં લોકો માટે સોફા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ લિફ્ટ બનાવનાર વ્યક્તિ મુકેશ અંબાણીને રિક્વેસ્ટ કરે છે કે તેને પણ બસ આટલું જ મોટું ઘર ગિફ્ટ કરી દે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો ઉપર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે જિયો વર્લ્ડ સેન્ટર દેશનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે. આ સેન્ટર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલું છે. આ સેન્ટર બનાવવામાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું મહત્વનું યોગદાન છે.