ભારતના આ રેલવે સ્ટેશન પર છે સૌથી વધુ પ્લેટફોર્મ, અહીંથી ટ્રેન પકડવામાં ભલભલાંને છુટી જાય પરસેવો

Interesting Facts: એક રેલવે સ્ટેશન એવું પણ છે જ્યાં સૌથી વધારે પ્લેટફોર્મ આવેલા છે. આ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડવી હોય તો ભલભલા વ્યક્તિને પરસેવો વળી જાય કારણ કે ત્યાં પ્લેટફોર્મની સંખ્યા ખૂબ જ વધારે છે. આજે તમને જણાવ્યા દેશના એવા રેલવે સ્ટેશન વિશે જ્યાં સૌથી વધારે પ્લેટફોર્મ છે.

ભારતના આ રેલવે સ્ટેશન પર છે સૌથી વધુ પ્લેટફોર્મ, અહીંથી ટ્રેન પકડવામાં ભલભલાંને છુટી જાય પરસેવો

Interesting Facts: ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલવેમાં 7,000 થી વધારે રેલવે સ્ટેશન છે જ્યાંથી 13,000 થી વધારે ટ્રેન પસાર થાય છે. ભારતના કેટલાક રેલવે સ્ટેશન ખૂબ જ મોટા છે તો કેટલાક એકદમ નાના. તેવામાં એક રેલવે સ્ટેશન એવું પણ છે જ્યાં સૌથી વધારે પ્લેટફોર્મ આવેલા છે. આ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડવી હોય તો ભલભલા વ્યક્તિને પરસેવો વળી જાય કારણ કે ત્યાં પ્લેટફોર્મની સંખ્યા ખૂબ જ વધારે છે. આજે તમને જણાવ્યા દેશના એવા રેલવે સ્ટેશન વિશે જ્યાં સૌથી વધારે પ્લેટફોર્મ છે. 

 

આ પણ વાંચો:

 

સૌથી વધારે પ્લેટફોર્મ ધરાવતું રેલવે સ્ટેશન કલકત્તાનું હાવડા રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન પર કુલ 23 પ્લેટફોર્મ છે. બીજા ક્રમનું સૌથી વધારે પ્લેટફોર્મ ધરાવતા રેલવે સ્ટેશન ની વાત કરીએ તો તે પણ બંગાળમાં આવેલું છે. આ રેલવે સ્ટેશન સિયાલદહ છે. આ રેલવે સ્ટેશન પર 20 પ્લેટફોર્મ આવેલા છે અને તે સૌથી વધારે વ્યસ્ત પણ રહે છે. આ રેલવે સ્ટેશન પરથી રોજ હજારો લોકો ટ્રેન પકડે છે. 

દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો છત્રપતિ શિવાજી ટર્મિનસ દેશનું ત્રીજું એવું રેલવે સ્ટેશન છે જ્યાં સૌથી વધારે પ્લેટફોર્મ છે. અહીં કુલ 18 પ્લેટફોર્મ આવેલા છે. જ્યારે દેશની રાજધાની દિલ્હી નું રેલવે સ્ટેશન પણ સૌથી વધારે પ્લેટફોર્મ ધરાવતું રેલવે સ્ટેશન છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુલ 16 પ્લેટફોર્મ છે. પાંચમા ક્રમે ચેન્નાઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન આવે છે. અહીં પ્લેટફોર્મની સંખ્યા 15 છે. આ તમામ રેલવે સ્ટેશન પરથી રોજ અનેક ટ્રેન સંચાલિત થાય છે અને હજારો લોકો ટ્રેન પકડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news