નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની ઘણી કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે પરંતુ શેરની કિંમત 30 રૂપિયાથી પણ ઓછી છે. આવી એક કંપની હેથવે કેબલ એન્ડ ડેટાકોમ છે. હવે કેબલ ટીવી અને ફાઈબર ઈન્ટરનેટ પ્રોવાઇડર આ કંપનીએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. આ પરિણામ બાદ ગુરૂવારે હેથવે કેબલ એન્ડ ડેટાકોમના શેર પર ઈન્વેસ્ટરો તૂટી પડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરની સ્થિતિ
સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરૂવારે હેથવે કેબલ એન્ડ ડેટાકોમના શેર 7 ટકાથી વધુની તેજી સાથે 22.84 રૂપિયા પર પહોંચી ગયા છે. કારોબારના અંતમાં શેરની કિંમત 22.02 રૂપિયા હતી. એક દિવસના મુકાબલે શેર 4.26 ટકાની તેજી સાથે બંધ થયો છે. નોંધનીય છે કે 6 ફેબ્રુઆરી 2024ના આ શેરની કિંમત 27.90 રૂપિયા હતી, જે 52 સપ્તાહનો હાઈ પણ છે.


કંપનીના ક્વાર્ટર પરિણામ
માર્ચ ક્વાર્ટરમાં હેથવે કેબલ એન્ડ ડેટાકોમને 34.57 કરોડ રૂપિયાનો નફો થયો. તો નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં કંપનીને 14.62 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. 31 માર્ચ 2024ના સમાપ્ત ક્વાર્ટરમાં ઓપરેટિંગથી રેવેન્યૂ વર્ષ દર વર્ષ 7.35% વધી  493.37 કરોડ રૂપિયા થઈ ગયું છે.


આ પણ વાંચો- આગામી સપ્તાહે ખુલશે  JNK India નો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ નક્કી, જાણો વિગત


નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ વાર્ષિક આધાર પર 1.86 ટકા વધી 493.52 કરોડ રૂપિયા થઈ ગયો છે. ક્વાર્ટર દરમિયાન કેબલ ટીવી સેગમેન્ટથી કંપનીનું રેવેન્યૂ 330.62 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે બ્રોડબેન્ડ કારોબાર 153.85 કરોડ રૂપિયાનો રહ્યો અને સિક્યોરિટીમાં લેતીદેતીથી રેવેન્યૂ 8.90 કરોડ રૂપિયા રહ્યું. નોંધનીય છે કે હેથવે કેબલ એન્ડ ડેટાકોમ ભારતમાં સૌથી મોટી મલ્ટીપલ સિસ્ટમ ઓપરેટર અને કેબલ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડરમાંથી એક છે. 


મુકેશ અંબાણીનો દાવ
માર્ચ ક્વાર્ટર સુધીની શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો હેથવે કેબલ એન્ડ ડેટાકોમમાં પ્રમોટરની ભાગીદારી 75 ટકા હતી. જો પબ્લિક શેરહોલ્ડિંગની વાત કરીએ તો 25 ટકા ભાગીદારી છે. હેથવે કેબલ એન્ડ ડેટાકોમના પ્રમોટર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઘણા વેન્ચર સામેલ છે. તેમાં જિયો કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, જિયો ઈન્ટરનેટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ અને જિયો કેબલ એન્ડ બ્રોડબેન્ડ હોલ્ડિંગ સામેલ છે.