Upcoming IPOs: આગામી સપ્તાહે ખુલશે JNK India નો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ નક્કી, જાણો વિગત
Upcoming IPOs: આગામી સપ્તાહે JNK India નો આઈપીઓ ખુલવાનો છે. તે માટે પ્રાઇઝ બેન્ડ પણ નક્કી થઈ ગઈ છે. 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 395થી 415 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે.
Trending Photos
Upcoming IPOs: પ્રાઇમરી માર્કેટમાં ફરી રોનક આવવાની છે. આગામી સપ્તાહે JNK India નો આઈપીઓ ખુલી રહ્યો છે. તે માટે પ્રાઇઝ બેન્ડ પણ નક્કી થઈ ગઈ છે. 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 395 રૂપિયાથી 415 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 23 એપ્રિલે ખુલનાર આઈપીઓમાં ઈન્વેસ્ટર 25 એપ્રિલ સુધી બોલી લગાવી શકે છે. ઈન્વેસ્ટરોને દર લોટમાં 36 શેર મળશે. તે માટે ઓછામાં ઓછા 14940 રૂપિયાની બોલી લગાવવી પડશે.
JNK India IPO ની જરૂરી વાતો
ઈશ્યૂ 23થી 25 એપ્રિલ સુધી ખુલશે
પ્રાઇઝ બેન્ડઃ 395થી 415 રૂપિયા
લોટ સાઇઝઃ 36 શેર
ફ્રેશ ઈશ્યૂઃ 300 કરોડ રૂપિયા
OFS: 84.21 લાખ શેર
લિસ્ટિંગઃ 30 એપ્રિલ
ઈન્વેસ્ટમેન્ટઃ 14,940 શેર
ફ્રેશ ઈશ્યૂ અને OFS માં જારી થશે શેર
JNK India IPO માં 300 કરોડ રૂપિયા સુધીના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર્સ અને વર્તમાન શેરહોલ્ડર્સ 84.21 લાખ ઈક્વિટી શેર વેચશે. કંપની પબ્લિક ઈશ્યૂથી ભેગી કરેલી રકમનો ઉપયોગ વર્કિંગ કેપિટલ જરૂરીયાતો અને સામાન્ય કામકાજ માટે કરશે. આઈપીઓના લીડ મેનેજર્સ IIFL Securities અને ICICI Securities છે.
JNK India નો શું છે કારોબાર
JNK India તેલ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ જેવી પ્રોસેસ્ડ ઈન્ડસ્ટ્રીઝ માટે હીટિંગ ઈક્વિપમેન્ટ બનાવે છે. તે ડિઝાઇનથી લઈને ઈન્સ્ટોલેશન સુધી બધુ સંભાળે છે. કંપની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સર્વિસ પ્રોવાઇડ કરે છે. 31 માર્ચ 2023 સુધીના આંકડા પ્રમાણે કંપનીના 17 ભારતીય ક્લાયન્ટ્સ અને 7 વિદેશી ક્લાયન્ટ્સ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે