નવી દિલ્હીઃ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વધુ એક કંપની શેર બજારમાં એન્ટ્રી કરી શકે છે. એટલે કે મુકેશ અંબાણીની વધુ એક કંપનીનો આઈપીઓ આવી શકે છે. આઈપીઓ દ્વારા મુકેશ અંબાણી વધુ એક કંપનીને શેર બજારમાં પર્દાપણ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમના શેર સૌથી પહેલા બજારમાં લિસ્ટ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત?
એક રિપોર્ટ પ્રમાણે અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં તે વાતની ચર્ચા ચાલી રહી છે કે કયો બિઝનેસ સૌથી પહેલા લિસ્ટ થશે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે તે વાતની વધુ સંભાવના છે કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અન્ય કંપનીઓના મુકાબલે પહેલા સાર્વજનિક થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Stocks to BUY: મહા મહેનતે વિણેલા આ શેર પલટી દેશે કિસ્મત, જાણી લો BUY-SELL નો ટાર્ગેટ


આઈપીઓની વિગત
રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લગભગ 100 બિલિયન ડોલરના સંભવિત મૂલ્યાંકન પર વિચાર કરી રહી છે, જેની શેર પ્રાઇઝ લગભગ 1200 રૂપિયા પ્રતિ શેર છે. પેપરમાં કહેવામાં આવ્યું છે કે આઈપીઓમાં એક મોટો ઓફર ફોર સેલ (ઓએફએસ) કમ્પોમેન્ટ સામેલ હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે એનાલિસ્ટનું અનુમાન છે કે જિયોની વેલ્યૂએશન 82-94 બિલિયન ડોલર છે અને આ વર્ષના અંતમાં મોબાઈલ ટેરિફમાં સંભવિત વધારાથી આ વેલ્યૂએશન પણ વધી શકે છે. 


5જી પર કંપનીનું ફોકસ
તાજેતરમાં રિલાયન્સ જિયોએ આગામી સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેવા માટે 3000 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવી છે. દૂરસંચાર વિભાગ પ્રમાણ ભારતીય એરટેલે સ્પેક્ટ્રમ હરાજી માટે 1050 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયા લિમિટેડ (વીઆઈએલ) એ 300 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે. કંપનીઓ દ્વારા જમા કરવામાં આવેલી એડવાન્સ રકમના આધાર પર પોઈન્ટ મળે છે, જે તેને પોતાના ઈચ્છિત સર્કલોની સંખ્યા અને સ્પેક્ટ્રમની માત્રા માટે બોલી લગાવવામાં સક્ષમ બનાવે છે. વધુ પોઈન્ટ હોવાનો મતલબ કંપનીની બોલી લગાવવાની ક્ષમતા વધુ છે. રિલાયન્સ જિયોએ અત્યાર સુધી જેટલી પણ સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લીધો છે, તેમાં તે એડવાન્સ રકમ જમા કરવામાં ટોપ પર રહી છે. તેની શુદ્ધ સંપત્તિ 2.31 લાખ કરોડ રૂપિયા છે.