સતત 9મી વાર મુકેશ અંબાણી બન્યા દેશના સૌથી ધનવાન વ્યક્તિ, જાણો ટોપ-10મા કોણ છે સામેલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં આશરે 73 ટકાનો વધારો થયો છે અને 6.58 લાખ કરોડ રૂપિયા (Mukesh Ambani wealth) પર પહોંચી ગઈ છે. આ સાથે તેઓ સતત 9મા વર્ષે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ (Richest man of india) બન્યા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં આશરે 73 ટકાનો વધારો થયો છે અને 6.58 લાખ કરોડ રૂપિયા (Mukesh Ambani wealth) પર પહોંચી ગઈ છે. આ સાથે તેઓ સતત 9મા વર્ષે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ (Richest man of india) બન્યા છે. 63 વર્ષના મુકેશ અંબાણીએ પોતાના ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં સારો એવો સ્ટેક વેચ્યો છે, જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સતત મજબૂત થઈ રહ્યાં છે. આઈઆઈએફએલ વેલ્થની સાથે મળીને હુરૂને જે રિપોર્ટ બનાવ્યો છે, તે અનુસાર અંબાણી દુનિયામાં 5મા નંબર પર છે.
48 ટકા વધી ગૌતમ અદાણીની સંપત્તિ
ગુજરાતના ગૌતમ અદાણીએ પાછલા દિવસોમાં ઘણા બિઝનેસમાં પોતાનો હાથ નાખ્યો છે, જેના કારણે તેમની વેલ્થમાં આશરે 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમની કુલ સંપત્તિ હવે 1.40 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેઓ ધનવાનોના આ લિસ્ટમાં બે સ્થાન ઉપર ચઢી ગયા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગૌતમ અદાણીને સોલવ પાવરનો ખુબ મોટો પ્રોજેક્ટ મળ્યો છે.
શાપૂરજી પલોનજી ગ્રુપને થયું નુકસાન
આ રેન્કિંગ તે દરમિયાન આવી છે, જ્યારે કોરોનાને કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ ખરાબ છે. હુરૂનના લિસ્ટમાં કુલ 828 ભારતીયોને રાખવામાં આવ્યા છે, જેની કુલ સંપત્તિ 31 ઓગસ્ટ 2020 સુધી 1000 કરોડ રૂપિયાથી વધુ હતી. ટાટા સન્સમાં પોતાની 18 ટકા ભાગીદારીને આશરે 1.78 કરોડમાં વેચવાનું વિચારી રહેલ સાઇરસ મિસ્ત્રી અને શાપૂર મિસ્ત્રીની વેલ્થ આશરે 1 ટકા ઘટી છે અને બંન્નેની સંપત્તિ 76 હજાર કરોડ રૂપિયા રહી ગઈ છે.
Gold Rate Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત
આ પણ નામ લિસ્ટમાં
લંડનમાં રહેનાર હિન્દૂજા બ્રધર્સ કુલ 1,43,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે. HCLના સંસ્થાપક શિવ નાડર 1,41,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા, ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ચોથા તથા Wipro ના અજીમ પ્રેમજી પાંચમાં સ્થાને છે. એવેન્યૂ સુપરમાર્કેટના ફાઉન્ડર રાધાકિશન દામાણીએ પ્રથમવાર દેશના ટોપ ટેન ધનકુબેરોમાં જગ્યા બનાવી છે. આ યાદીમાં તેઓ સાતમાં સ્થાને છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube