શેર 2 રૂપિયાથી 500ને પાર પહોંચી ગયો, મલ્ટીબેગર કંપનીએ એક લાખના 8 કરોડ બનાવ્યા
સોલર ગ્લાસ બનાવતી કંપની બોરોસિલ રિન્યુએબલ્સના શેર 2 રૂપિયાથી વધીને 500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના શેરોએ આ સમયગાળામાં 21000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
સોલર ગ્લાસ બનાવતી કંપની બોરોસિલ રિન્યુએબલ્સના શેર 2 રૂપિયાથી વધીને 500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના શેરોએ આ સમયગાળામાં 21000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. બોરોસિલ રિન્યુએબલ્સના શેરહોલ્ડર્સને બોનસ શેર પણ અપાયા છે અને તેનાથી કંપનીના શેરોમાં લગાવવામાં આવેલા રોકાણકારોના પૈસા અનેક ગણા વધી ગયા છે.
એક લાખ રૂપિયા 8 કરોડથી વધુ
બોરોસિલ રિન્યુએબલ્સના શેર 24 એપ્રિલ 2009ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 2.26 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 21 એપ્રિલ 2023ના રોજ બીએસઈમાં 506.70 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. બોરોસિલ રિન્યુએબલ્સના શેરોએ આ સમયગાળામાં 21183 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 24 એપ્રિલ 2009ના રોજ કંપનીના શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 44247 શેર મળત. બોરોસિલ રિન્યુએબલ્સે ઓગસ્ટ 2018માં 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે. બોનસ શેર જોડ્યા બાદ કુલ શેરોની સંખ્યા 176988 થઈ હોત. હાલના સમયમાં આ શેરોની કુલ વેલ્યુ 8.8 કરોડ રૂપિયા થઈ જાત.
Video:વરસાદમાં ભીંજાયેલા PMના પોસ્ટરને પોતાના કપડાંથી સાફ કરી કહ્યું- તેઓ મારા ભગવાન
આ વ્યક્તિથી થરથર કાંપતો હતો માફિયા અતિક, ધકેલ્યો હતો જેલના સળિયા પાછળ
Indian Railways: આ છે ભારતના 5 એવા રેલ્વે સ્ટેશન જ્યાંથી જઈ શકાય છે બીજા દેશમાં
5 વર્ષમાં એક લાખ રૂપિયા બન્યા 9 લાખ
બોરોસિલ રિન્યુએબલ્સના શેર 20 એપ્રિલ 2018ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 224.06 રૂપિયાના સ્તર પર હતા. જો કોઈ વ્યક્તિએ 20 એપ્રિલ 2018ના રોજ બોરોસિલ રિન્યુએબલ્સના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 446 શેર મળત. બોનસ શેર જોડ્યા બાદ કંપનીના ટોટલ શેરોની સંખ્યા 1784 રૂપિયા થાત. હાલના સમયમાં આ શેરોની વેલ્યુ 9.03 લાખ રૂપિયા હોત. બોરોસિલ રિન્યુએબલ્સના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 833 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 380.05 રૂપિયા છે.
(ડિસ્કલેમર: અહીં ફક્ત શેરોના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધિન છે અને રોકાણ પહેલા ત મારા એડવાઈઝરની સલાહ ખાસ લો. )
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube