નવી દિલ્લીઃ દેશની અંદર સૌથી વધારે શેરબજારમાં જો કોઈ રોકાણ કરતું હોય તો તે કદાચ ગુજરાતીઓ હશે. વેપાર ગુજરાતીઓના લોહીમાં હોય છે. દેશમાં સૌથી વધારે ટ્રેડિગ ગુજરાતમાં થાય છે. ત્યારે અમે આપના માટે એવા નાના સ્ટોક વિશે જણાવીશું, જે માત્ર 10, 20 અને 30 પૈસાના છે. આ શેર તમને વર્ષની અંદર જ લાખોપતિથી કરોડપતિ બનાવી શકે છે. અમે આપને 10 રૂપિયાથી ઓછા ભાવના શેરના પ્રદર્શન વિશે જણાવીશું. જેમણે એક જ વર્ષમાં 1300 ટકા રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજાર એ એવી વસ્તુ છે જે તમારા જોખમ પર હોય છે. માર્કેટથી તમે લાખો કમાઈ શકો છો અને લાખો મુકી પણ શકો છો. શેરબજાર અનિશ્ચિતાઓથી ભરેલું હોય છે, અને આ બજારમાં સૌથી મોટું જોખમ પેની સ્ટોકમાં પૈસા લગાવવાનું હોય છે. કોઈ એક્સપર્ટની સલાહ લીધા વગર આમાં લગાવેલા પૈસા ડૂબી પણ શકે છે તો આ જ શેર તમને વર્ષની અંદર જ લાખોપતિમાંથી કરોડપતિ પણ બનાવી શકે છે. અમે આપને 10 રૂપિયાથી ઓછા મુલ્યના કેટલાક શેરે કેટલું રિર્ટન વર્ષની અંદર આપ્યું તેના વિશે જણાવીશું. આ એવા શેર છે જેમણે 1300 ટકા નફો આપીને શેરધારકોને માલામાલ કરી દીધા છે.


ઓછા મૂલ્યના સ્ટોકમાં પહેલું નામ છે રાજ રેયૉનનું. રાજ રેયૉન શેર 20 પૈસાથી હવે 2.80 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે ગત એક વર્ષમાં આ સ્ટોકે 1300 રૂપિયા રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં એક વર્ષ પહેલા એક લાખ રૂપિયા લગાવ્યા હોય તો આજે તેનું મૂલ્ય 14 લાખ રૂપિયા થઈ ગયું છે. મલ્ટીબૈગર પેની સ્ટોકના લિસ્ટમાં MPS Infotecnics પણ છે.


આ સ્ટોક એક વર્ષમાં 1050 ટકા રિર્ટન આપી ચુક્યો છે. એક વર્ષમાં આ સ્ટોક 10 પૈસાથી 1.15 રૂપિયાએ પહોંચી ગયો છે. એટલે કે એક વર્ષ પહેલા કોઈ રોકાણકારે આ સ્ટોકમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેનું મૂલ્ય 11 લાખ 50 હજાર થઈ જતું. તો આવો જ એક ધમાકેદાર સ્ટોક છે અંકિત મેટલ એન્ડ પાવર, જેણે એક વર્ષની અંદર 763 ટકા નફો શેરહોલ્ડરોને કમાવી આપ્યો છે. એક વર્ષ પહેલા આ કંપનીના શેરનો ભાવ 90 પૈસા હતો, જે આજે 8.20 રૂપિયા થઈ ગયો છે. વધેલા ભાવથી જ તમે સમજી શકો છો કે આ શેરમાં પૈસા લગાવનારા શેરહોલ્ડરને કેટલો ફાયદો થયો હશે?. 


આ સિવાય પણ એવા ઘણી નાની સ્ક્રીપ્ટ છે જે તમને લાખોપતિ બનાવી શકે છે. જો કે આ તમામ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે એક્સપર્ટ સલાહ લેવી હિતાવહ છે. કારણ કે શેરમાર્કેટ એ જોખમોને આધિન હોય છે. માર્કેટમાં એવું કહેવાય છે કે ક્યારે એન્ટર થવું અને ક્યારે એક્ઝીટ?. જે લોકો આ ટ્રીક સમજી શક્યા છે તે જ લોકો સારી કમાણી કરી શક્યા છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં ઝી-24 કલાકે આપને માત્રે શેરના પરફોર્મેસની જાણકારી આપી છે, તમને રોકાણની સલાહ આપવામાં નથી આવી. શેર બજારમાં રોકાણ જોખમોથી આધિન છે અને રોકાણ કરો તે પહેલા તમારા એડવાઈઝર સાથે ચર્ચા કરી લો)