નવી દિલ્હી: શેરબજારની ઉથલપાથલ વચ્ચે અનેક શેર રોકાણકારોને બંપર રિટર્ન આપી રહ્યા છે. વર્ષ 2021માં અનેક પેની સ્ટોક અને કેટલાય શેરોએ રોકાણકારોને માલામાલ કરી દીધા. કેટલાક શેરમાં લોકોએ એક લાખ રૂપિયા લગાવીને ગણતરીના સમયમાં 50 લાખ કે તેનાથી બંપર કમાણી કરી છે. આજે અમે તમને એવા જ એક શેર વિશે જણાવીશું જેણે 50 હજાર રૂપિયાને એક વર્ષમાં 24 લાખના આંકડે પહોંચાડી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષમાં જબરદસ્ત રિટર્ન
જે શેરની અમે વાત કરીએ છીએ તેનું નામ ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક છે. એક વર્ષમાં આ શેરે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપીને ચોંકાવી દીધા છે. આ શેરની ચાલ જોઈને એ વાત સ્પષ્ટ છે કે તેણે મોટી મોટી કંપનીઓને રિટર્નના મામલે ફેલ કરી દીધા છે. 


એક વર્ષની સફર
8 ફેબ્રુઆરી 2021ના રોજ ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિકના શેરની કિંમત માત્ર 2.93 રૂપિયા હતી. 11 ફેબ્રુઆરીએ બંધ થયેલા કારોબારી સત્રમાં આ શેર  ચડીને 142 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. તે હિસાબે આ શેરે આ દરમિયાન 4800 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. જો કે આ દરમિયાન સેન્સેક્સમાં 13.41 ટકાનો જ વધારો જોવા મળ્યો. 


50 હજારના 24 લાખથી વધુ  થયા
જો કોઈ ઈન્વેસ્ટરે આ શેરમાં એક વર્ષ પહેલા 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું તો આજે તે વધીને 24 લાખથી વધુનું થઈ ગયું છે. શુક્રવારે બજારમાં આવેલી ભારે મંદી બાદ પણ આ શેર લીલા નિશાન પર બંધ થયો. આ શેરના 52 અઠવાડિયાના રેકોર્ડ પર નજર ફેરવીએ તો તે 216 રૂપિયા ઉપર જઈ ચૂક્યો છે. 


કંપની વિશે જાણો
ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક (Flomic Global Logistics) ની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. તે ગ્રાહકોને લોજિસ્ટિક સોલ્યૂશન ઉપલબ્ધ કરાવતી કંપની છે. આ કંપનીની માર્કેટ કેપ 100 કરોડ રૂપિયા છે. કંપનીના બે પ્રમોટર્સ પાસે 27.49 ટકાની ભાગીદારી છે. બાકીની 72.51 ટકા ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ પાસે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube