નવી દિલ્હીઃ રેફ્રિજરેટર ગેસ બનાવનારી કંપની રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 2 રૂપિયાથી વધી 670 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ (Refex Industries) ના સ્ટોકમાં આ સમયગાળા દરમિયાન 33000 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ 923.95 રૂપિયા છે, તો 52 સપ્તાહનું લો લેવલ 141.65 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રૂપિયાના બની ગયા 3 કરોડથી વધુ
રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ  (Refex Industries)ના શેર 29 ઓગસ્ટ 2013ના બીએસઈમાં 2 રૂપિયા પર હતા. કંપનીના શેર 8 સપ્ટેમ્બરે બીએસઈમાં 678.95 રૂપિયા પર બંધ થયા છે. રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે આ સમયગાળા દરમિયાન 33847 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની વેલ્યૂ 3.39 કરોડ રૂપિયા હોત.


5 વર્ષમાં સ્ટોકમાં આવી 3900 ટકાની તેજી
રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 14 સપ્ટેમ્બર 2018ના બીએસઈમાં 16.81 રૂપિયા પર હતા. કંપનીના શેર 8 સપ્ટેમ્બર 2023ના 678.95 રૂપિયા પર બંધ થયા છે. રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં 3938 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરે પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેનું  મૂલ્ય 40.38 લાખ થઈ ગયું હોત.


આ પણ વાંચોઃ 23000% નું દમદાર રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ, એક સમયે 8 રૂપિયા હતો શેરનો ભાવ


એક વર્ષમાં શેરમાં 363 ટકાનો વધારો
રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 363 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 12 સપ્ટેમ્બર 2022ના બીએસઈમાં 147.25 રૂપિયા પર હતા. કંપનીના શેર 8 સપ્ટેમ્બર 2023ના બીએસઈમાં 678.95 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 163 ટકાની તેજી આવી છે.


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે અને રોકાણ કરતા પહેલા એડવાઇઝર સાથે ચર્ચા કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube