નવી દિલ્હીઃ એક નાની કંપનીના સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ કંપની શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સ છે. કંપનીના સ્ટોકે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા 10 વર્ષમાં શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સ (Shivalik Bimetal Controls) ના શેર 2 રૂપિયાથી 550 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે આ સમયગાળા દરમિયાન ઈન્વેસ્ટરોને 31000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 હજાર રૂપિયાના બનાવી દીધા 31 લાખથી વધુ
શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સ (Shivalik Bimetal Controls)ના શેર 21 ઓગસ્ટ 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1.75 રૂપિયા પર હતા. કંપનીના શેર 25 ઓગસ્ટ 2023ના બીએસઈમાં 556.30 રૂપિયા પર પહોંચી ગયા છે. જો કોઈ ઈન્વેસ્ટરે 10 વર્ષ પહેલા શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સના શેરમાં 10 હજાર રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત 31.78 લાખ રૂપિયા થઈ ગઈ હોત.


આ પણ વાંતોઃ બાળકોના નામ પર દર મહિને ડિપોઝિટ કરો 5,000 રૂપિયા, 20 વર્ષની ઉંમર સુધી બની જશે 50 લાખ


9 વર્ષમાં શેરમાં 1900 ટકાથી વધુનો ઉછાળ
શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સના શેરમાં છેલ્લા 3 વર્ષમાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેર 4 સપ્ટેમ્બર 2020ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 27.10 રૂપિયા પર હતા. શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સના શેર 25 ઓગસ્ટ 2023ના બીએસઈમાં 556.30 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા 3 વર્ષમાં 1953 ટકાનું રિટર્ન આપ્યું છે. શિવાલિક બાયમેટલ કંટ્રોલ્સના શેરનો 52 સપ્તાહનો હાઈ 730 રૂપિયા છે. તો કંપનીના શેરનો 52 સપ્તાહનું લો લેવલ 359.40 રૂપિયા છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube