Adani Group shares: અદાણી ગ્રુપના શેરોએ ગત બે વર્ષોમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ શેયર્સએ ફક્ત થોડા જ સમયમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. એટલું જ નહી, આ શેરોમાં તેજીના દમ પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ રોકેટની સ્પીડ વધી રહી છે અને તે અત્યારે ભારત અને એશિયાના સૌથી મોટા અમીર છે. તમને જણાવી દઇએ કે તે દુનિયાના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા છે. અદાણી ગ્રુપના શેરોમાં ગત બે વર્ષમાં 20થી વધુ ગણી તેજી આવી છે, અને જો કોઇએ બે વર્ષ પહેલાં અદાણી ગ્રુપના શેરોમાંથી એક-એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કિંમત 66 લાખ રૂપિયા થઇ ગઇ હોત. આવો જાણીએ કેવી રીતે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલાં વાત કરીએ અદાણી પાવરની જેના શેર ઓલ ટાઇમ હાઇ પર ટ્રેડ કરી રહ્યો છે. 21 ઓગસ્ટ 2020 ના રોજ તેની કિંમત 39.15 રૂપિયા હતી જ્યારે એનએસઇ પર તેની કિંમત હાલ 410.65 રૂપિયા પહોંચી ગઇ છે. એટલે કે ગત બે વર્ષમાં આ શેરે પોતાના રોકાણકારોને 10.50 ગણું રિટર્ન આપ્યું છે. આ મુજબ જો કોઇ રોકાણકારે બે વર્ષ પહેલાં તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત 10.50 લાખ રૂપિયા હોત.


હવે વાત કરીએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીઝની જેના શેરની કિંમત 21 ઓગસ્ટ 2020 ના રોજ 233.35 રૂપિયા હતી જે આજે 3,127 રૂપિયા પહોંચી ગઇ છે, એટલે કે ગત બે વર્ષમાં શેરે પોતાના ગ્રાહકોને 13.40 ગણું રિટર્ન આપ્યું છે. આ મુજબ જો કોઇ રોકાણકારે બે વર્ષ પહેલાં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 13.40 લાખ રૂપિયા હોત. 

રાજાની માફક જીવે છે આવી ભાગ્ય રેખાવાળા લોકો, ઘરમાં હંમેશા રહે છે લક્ષ્મીનો વાસ


હવે વાત કરીએ અદાણી ટ્રાંસમિશનની, જેના શેર 21 ઓગસ્ટ 2020 ના રોજ એનએસઇ પર 272.10 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આજે તેની કિંમત 3,612 રૂપિયા થઇ ગઇ છે. એટલે કે ગત બે વર્ષમાં આ શેરે રોકાણકારોને 13.25 ગણું રિટર્ન આપ્યું છે. આ મુજબથી જો કોઇ રોકાણકારોએ બે વર્ષ પહેલાં તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેના રોકાણની વેલ્યૂ 13.25 લાખ રૂપિયા પહોંચી ગઇ હોત. 


ત્યારબાદ વાત કરીએ અદાણી ગ્રીન એનર્જીની, જેના શેર 21 ઓગસ્ટ 2020 ના રોજ 376.55 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આજે તેની કિંમત 2,422 રૂપિયા પહોંચી ગઇ છે. એટલે કે આ દરમિયાન આ શેર 6.45 ગણો ઉછળ્યો છે. આ મુજબથી કોઇ રોકાણકારે બે વર્ષ પહેલાં જો તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત આજે 6.45 લાખ રૂપિયા હોત. એટલું જ નહી, અદાણી ગ્રીન એનર્જી પોતાના સેક્ટરની સૌથી મોટી કંપની છે. 

TMKOC: મળી ગયા નવા 'તારક મહેતા', જાણો છે જેઠાલાલના નવા 'ફાયરબ્રિગેડ મિત્ર'


હવે વાત કરીએ અદાણી ટોટલ ગેસની, જેના શેર 21 ઓગસ્ટ 2020 ના રોજ 165.55 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો, જ્યારે આજે તેની કિંમત 3,380.80 રૂપિયા પર પહોંચી ગઇ છે. એટલે કે તેણે આ દરમિયાન 20.40 ગણું રિટર્ન આપ્યું છે. આ મુજબ જો કોઇ રોકાણકારે બે વર્ષ પહેલાં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 20.40 લાખ રૂપિયા થઇ ગઇ હોત. તમને જણાવી દઇએ કે અદાણી ટોટલ ગેસ મહાનગરોમાં સીએનજી અને પીએનજીની સપ્લાય કરે છે. 

Cheap & Best Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, નજીવા ખર્ચમાં દોડશે આટલા કિમી


હવે વાત કરીએ અદાણી પોર્ટ્સની તો તેના શેરની કિંમત બે વર્ષ પહેલાં 354.35 રૂપિયા હતી જે હવે 870 રૂપિયા થઇ ગઇ છે. એટલે આ દરમિયાન તેમાં લગભગ અઢી ગણી તેજી આવી છે. જો તમે બે વર્ષ પહેલાં આ છ શેરોમાં એક એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેના રોકાણની કિંમત 66 લાખ રૂપિયા થઇ ગઇ હોત. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube