Stock Market :  શેર બજારમાં ક્યારે કયો શેર પૈસાનો વરસાદ કરી નાખે તે કહી શકાય નહીં. અનેક એવા પેની સ્ટોક છે જેણે આવા કામ કર્યા છે. જો કે આ સ્ટોક્સમાં પૈસા ડૂબવાનું જોખમ પણ એટલું જ વધુ હોય છે. આમ છતાં ઘણા લોકો આવા સ્ટોકમાં ખુબ પૈસા લગાવે છે. રોકાણકારોને માલામાલ કરનારા આવો જ મલ્ટીબેગર પેની સ્ટોક છે કમ્ફર્ટ ઈનટેક. ટ્રેડિંગ અને સપ્લાય કંપનીના આ શેરે છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 3000 ટકાથી વધુ નફો કરાવ્યો છે. એપ્રિલ 2020માં કમ્ફર્ટ ઈનટેકના શેરોનો ભાવ માત્ર 20 પૈસા હતો. હવે તેનો ભાવ 10.06 રૂપિયા થઈ ચૂક્યો છે. આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા એક વર્ષમાં 285 ટકાનું રિટર્ન આપ્યું


અત્રે જણાવવાનું કે આ કમ્ફર્ટ ઈનટેકની સ્થાપના 1994માં થઈ હતી. પહેલા તેનું નામ કમ્ફર્ટ ફિનવેસ્ટ લિમિટેડ હતું. વર્ષ 2000માં કંપનીએ નવા સર્ટિફિકટ ઓફ ઈનકોર્પોરેશન મેળવવા માટે પોતાનું નામ બદલીને કમ્ફર્ટ ઈનટેક લિમિટેડ (CIL) કરી લીધુ. કંપનીનું મુખ્યાલય મુંબઈમાં છે. કંપની વસ્તુઓના ટ્રેડથી લઈને અચલ સંપત્તિઓની ફાઈનાન્સિંગ અને લીઝ પર આપવા સહિત અનેક કામ કરે છે.  કમ્ફર્ટ ઈનટેકના શેરોએ છેલ્લા એક વર્ષમાં 285 ટકાનું રિટર્ન આપ્યું છે. એક મહિનામાં આ મલ્ટીબેગર શેરની કિંમતમાં 12 ટકા તો છ મહિનામાં જ 53 ટકા રિટર્ન આપ્યું છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં કમ્ફર્ટ ઈનટેકના શેર 8 ટકા ઉછળ્યા છે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં આ શેરે 3000 ટકા રિટર્ન આપ્યું છે. તેનું 52 અઠવાડિયાનું ઉચ્ચતમ સ્તર 12.28 રૂપિયા રહ્યું છે. જે તેણે 27 ફેબ્રુઆરીએ સ્પર્શ કર્યો હતો. શુક્રવાર 15 માર્ચના બંધ ભાવ પર કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન 321 કરોડ રૂપિયા છે. 


એક લાખના બન્યા 45 લાખ
કોઈ રોકાણકારે જો આજથી ચાર વર્ષ પહેલા આ મલ્ટીબેગર શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે અને હજુ સુધી શેર તમારી પાસે હશે તો આજે તે શેરની વેલ્યુ વધીને 4,572,727 રૂપિયા થઈ ચૂકી હશે. 


રેવન્યૂમાં ઉછાળો
હાલના નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ 46.03 કરોડ રૂપિયાની રેવન્યૂ નોંધાવી છે. જે ગત નાણાકીય વર્ષના આ ત્રિમાસિકની સરખામણીમાં 25.63 ટકા વધુ છે. ત્રિમાસિક આધારે તેનો રેવન્યૂ ગ્રોથ 71.82 ટકા રહ્યો છે. જો શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર નાખીએ તો કંપનીના 57.46 ટકા શેર પ્રમોટર્સ પાસે છે જ્યારે 42.54 ટકા શેર પબ્લિક પાસે છે. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube