નવી દિલ્હીઃ Multibagger Stock: મલ્ટીબેગર સ્ટોક દ્વારા ઓછા સમયમાં વધુ કમાણી કરી શકાય છે. આ કારણ છે કે મોટા ભાગના ઈન્વેસ્ટર મલ્ટીબેગર સ્ટોક શોધતા હોય છે. KPI Green Energy એક એવો શેર છે, જેણે પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આ સોલર પાવર સ્ટોકના શેરમાં પાછલા શુક્રવારે 1.53 ટકાની તેજી જોવા મળી અને તે 1425 રૂપિયા પર બંધ થયો છે. ડિસેમ્બર 2023માં FII અને DII એ કંપનીમાં પોતાની ભાગીદારી વધારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીને મળ્યો નવો ઓર્ડર 
KPI Green Energy એ મેસર્સ જેકો સિન્થેટિક્સે 3 મેગાવોટનો નવો સોલાર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મેળવ્યો છે. આ કંપની માટે પોતાના કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા અને ભારતના રિન્યુએબલ્સ એનર્જીના લક્ષ્યને પૂરો કરવા માટે એક સકારાત્મક પગલું છે. ભારતીય બજારમાં બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝથી ક્લીન એનર્જીની માંગ સતત વધી રહી છે. 


નાણાકીય પ્રદર્શન મજબૂત
કેપીઆઈ ગ્રીન એનર્જીનું નાણાકીય પ્રદર્શન મજબૂત રહ્યું છે. Q2FY24 માં કંપનીનો કંસોલિડેટેડ રેવેન્યૂ વાર્ષિક 24.55 ટકા વધી 215.07 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે તેનો ઓપરેટિંગ પ્રોફિટ અને પેટ 72.04 કરોડ રૂપિયા અને 34.74 કરોડ રૂપિયા રહ્યો.


આ પણ વાંચોઃ 6-9 મહિનામાં સારી કમાણી કરાવશે આ દિગ્ગજ Cement Stock,જાણો ટાર્ગેટ સહિત તમામ વિગત


કેવું રહ્યું શેરનું પ્રદર્શન
પાછલા એક મહિનામાં કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં આશરે 24 ટકાની તેજી આવી છે. છેલ્લા છ મહિનામાં 67 ટકાનું રિટર્ન આપ્યું છે. તો છેલ્લા એક વર્ષમાં ઈન્વેસ્ટરોને 215 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્ટોક 4900 ટકા વધ્યો છે. 


ત્રણ વર્ષમાં 1 લાખના બની ગયા 46 લાખ
જાન્યુઆરી 2021માં કંપનીના એક શેરની કિંમત 31 રૂપિયા હતી. આજે કંપનીના શેરની કિંમત 1425 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે આ સમયમાં ઈન્વેસ્ટરોના પૈસા આશરે 46 ગણા વધ્યા છે. જો તમે ત્રણ વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 46 લાખ થઈ ગઈ હોત.


આ પણ વાંચોઃ 11 જાન્યુઆરીએ ઓપન થશે IPO,50 ટકા ફાયદાનો સંકેત, ભાવ 66 રૂપિયા, જાણો વિગત


કંપની વિશે
કેપીઆઈ ગ્રીન એનર્જી ભારતની એક લીડિંગ સોલર પાવર જનરેટિંગ કંપની છે. કંપની Solarism બ્રાન્ડ નામ હેઠળ કામ કરે છે અને ઈન્ડિપેન્ડેટ પાવર પ્રોડ્યુસર્સ અને કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર બંને કસ્ટમર્સને સોલર પાવર સોલ્યૂશન પ્રદાન કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube