6-9 મહિનામાં સારી કમાણી કરાવશે આ દિગ્ગજ Cement Stock,જાણો ટાર્ગેટ સહિત તમામ વિગત

ઇન્ફ્રા અને હાઉસિંગ સેક્ટરનો ડિમાન્ડ આઉટલુક મજબૂત છે. પરિણામે સીમેન્ટ કંપનીઓની માંગનો બેનિફિટ મળશે. બ્રોકરેજે 6-9 મહિનાની દ્રષ્ટિએ એસીસી સીમેન્ટને પસંદ કર્યો છે. જાણો તેની ટાર્ગેટ પ્રાઇઝ શું છે. 
 

6-9 મહિનામાં સારી કમાણી કરાવશે આ દિગ્ગજ Cement Stock,જાણો ટાર્ગેટ સહિત તમામ વિગત

Cement Stock to BUY: મીડિયમ ટર્મ ઈન્વેસ્ટરો માટે બ્રોકરેજે સીમેન્ટ સેક્ટરની દિગ્ગજ કંપની  ACC ને પસંદ કરી છે. આ સપ્તાહે શેર 2374 રૂપિયા (ACC Share Price)ના સ્તર પર બંધ થયો છે. એસીસી સીમેન્ટ દેશની દિગ્ગજ સીમેન્ટ મેન્યુફેક્ચરર છે. તે અદાણી ગ્રુપની કંપની છે. તેની 18 મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ છે. પેન ઈન્ડિયા તેનું ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક છે.

ACC Share Price Target
એક્સિસ સિક્યોરિટીઝે આગામી 6-9 મહિનાની દ્રષ્ટિએ આ સીમેન્ટ સ્ટોકમાં ખરીદીની સલાહ આપી છે. આ શેર 2375 રૂપિયાના સ્તર પર છે. ટાર્ગેટ 2615 રૂપિયાનો આપ્યો છે. વર્તમાન સ્તરથી આ ટાર્ગેટ 10 ટકા વધુ છે. આ સ્ટોક માટે 52 વીક હાઈ 2488 રૂપિયા અને ઓલ ટાઈમ હાઈ 2785 રૂપિયા છે.

ACC Share માં કેમ બ્રોકરેજે આપી ખરીદીની સલાહ
બ્રોકરેજે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કંપની કેપેસિટી એક્સપેન્શન પર ફોકસ કરી રહી છે. હાલમાં એક ગ્રાઈન્ડિંગ યુનિટને કમીશન કરવામાં આવ્યું છે, જેની ક્ષમતા 1 mtpa છે. પ્રોડક્શન કોસ્ટને 17 ટકા ઘટાડવામાં આવ્યો છે. હાઉસિંગ એન્ડ ઇન્ફ્રા પર સરકારનું ફોકસ છે, જેનો ફાયદો સીમેન્ટ કંપનીઓને મળશે.

કુલ મળી સીમેન્ટ સેક્ટરની કંપનીઓને મજબૂત ડિમાન્ડ આઉટલુકનો ફાયદો મળશે. એસીસીને કેપિસિટી એક્સપેન્શન, કોસ્ટ રિડક્શન, કોમ્પિટિટિવ પ્રાઇસિંગ, કોમોડિટી પ્રાઇઝમાં મોડરેશનનો એડિશનલ બેનિફિટ મળશે. આ શેર 2377 રૂપિયાના સ્તર પર છે. આ સપ્તાહે સ્કોટમાં 7.5 ટકા, એક મહિનામાં આશરે 9 ટકા, ત્રણ મહિનામાં 19 ટકા, છ મહિનામાં 32 ટકાની તેજી આવી છે. આ શેર એક વર્ષ જૂના સ્તર પર છે. 

(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news