નવી દિલ્હીઃ જો તમે શેર માર્કેટ (Stock Market)માં મોટી કમાણી કરવા ઈચ્છો છો અને મલ્ટીબેગર સ્ટોક શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. શેર બજારમાં જો યોગ્ય શેરની પસંદગી કરવામાં આવે તો બમ્પર રિટર્ન નક્કી છે. ઘણા એવા શેર છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આવો એક શેર પ્રવેગ લિમિટેડ (Praveg Ltd)નો છે. ટેન્ટ સિટી બનાવનારી કંપનીએ ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આ સ્ટોકમાં તેજી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા ધાર્મિક સ્થળો પર ટેસ્ટ સિટી સ્થાપિત કરનારી પ્રવેગ લિમિટેડના શેરની કિંમત એક વર્ષમાં 250 રૂપિયાથી વધી 750 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ રીતે કંપનીએ એક વર્ષમાં ત્રણ ગણું રિટર્ન આપ્યું છે. કંપની અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પાસે ટેન્ટ સિટી બનાવી રહી છે. આ સિવાય કંપનીના ટેન્ટ સિટી, વારાણસીમાં કાશી વિશ્વનાથ પાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અને કચ્છના રણમાં પણ છે. 


આ પણ વાંચો- DA ની સાથે મળશે વધુ એક ભેટ, નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબર


કંપનીને મળ્યો નવો ઓર્ડર
હાલમાં કંપનીને લક્ષદ્વીપના પર્યટન વિભાગ પાસેથી વર્ક ઓર્ડર મળ્યો છે. તે હેઠળ કંપનીને કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના અગત્તી દ્વીપમાં રેસ્ટોસન્ટ, ક્લોકરૂમ, ચેંજિંગ રૂમ અને અન્ય સુવિધાઓની સાથે ઓછામાં ઓછા 50 ટેન્ટ્સના ડેવલોપમેન્ટ, ઓપરેશન, મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ મળ્યું છે. આ ઓર્ડર ત્રણ વર્ષ માટે છે અને આગામી બે વર્ષ સુધી વધારી શકાય છે. કંપનીની પાસે ઘણા રાજ્યોમાં ફેલાયેલ 580 ઓપરેશનલ રૂમનો એક મોટો પોર્ટફોલિયો છે.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube