મુંબઈઃ શેર બજારમાં ઘણા એવા સ્ટોક્સ છે, જેણે ટૂંકા ગાળામાં ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે ઈન્વેસ્ટરોને એક  વર્ષમાં 100 ટકાથી વધુ બમ્પર રિટર્ન આપ્યું છે. આ શેર મેન ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) લિમિટેડ (Man Industries)નો છે. આ સ્ટોકમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે પણ આ સ્ટોક લીલા નિશાન પર કારોબાર કરી રહ્યો હતો. માન ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે એક વર્ષમાં શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 6 ઓક્ટોબર 2022ના 93.90 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો આજે એટલે કે 5 ઓક્ટોબર 2023ના તેની કિંમત 191.40 રૂપિયા થઈ ગઈ છે. આ એક વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં 100 ટકાથી વધુનો વધારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈએ એક વર્ષ પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 2 લાખનું રિટર્ન મળી ગયું હોત. કંપનીને હાલમાં છ મહિનાની અંદર વિવિધ પ્રકારના પાઇપોની આપૂર્તિ માટે 400 કરોડ રૂપિયાનો ઘરેલૂ ઓર્ડર મળ્યો છે. કંપનીની પાસે 1600 કરોડ રૂપિયાની નોન-એક્ઝીક્યુટેડ ઓર્ડર બુક છે અને નાણાકીય વર્ષ 2024માં 3000 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2025માં 5000 કરોડ રૂપિયાનો કારોબાર હાસિલ કરવાની આશા છે. 


મેન ઈન્ડસ્ટ્રીઝ 1 મિલિયન ટનની કુલ સ્થાપિત ક્ષમતાની સાથે ભારતમાં એલએસએડબ્લ્યૂ અને એચએસએડબ્લ્યૂ પાઇપના સૌથી મોટા નિર્માતા અને નિકાસકારમાંથી એક છે. કંપનીના બે પ્લાન્ટ છે. કંપનીના બે પ્લાન્ટ છે. તેમાં એક પ્લાન્ટ ગુજરાતના કચ્છ જિલ્લાના અંજારમાં અને બીજો મધ્ય પ્રદેશના પીથમપુરમાં સ્થિત છે. અંજાય પ્લાન્ટ બે મુખ્ય પોર્ટ કંડલા અને મુંદ્રા સુધી સરળ પરિવહનની સુવિધા પ્રદાન કરે છે અને સાથે રોડ નેટવર્ક માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. 


આ પણ વાંચોઃ 600₹ માં LPG બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે જાહેરાત


આજે શેર 193.65 રૂપિયા અને 188.50 રૂપિયાના ઉંચા અને નિચલા સ્તરની સાથે 188.50 પર ખુલ્યો હતો. માર્કેટ બંધ થયું ત્યારે શેર 194 રૂપિયા પર બંધ થયો હતો. આજે તેમાં 5.25 રૂપિયાનો વધારો થયો હતો. સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 196.40 રૂપિયા અને 52 સપ્તાહનું નીચલું સ્તર 71.70 રૂપિયા છે. 


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube