600₹ માં LPG બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે જાહેરાત
DA Hike From July: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના DA અને DR અંગે જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન DA અને DR પર સારા સમાચાર આપે છે.
Trending Photos
7th Pay Commission DA Hike: રક્ષાબંધન બાદ કેન્દ્રની મોદી સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પર 100 રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત કરી છે. 100 રૂપિયાની આ વધારાની સબસિડી સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવશે. હવે ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો DA/DR વધારવાની રાહ જોઈ રહ્યા છે. એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષના બીજા ભાગમાં એટલે કે 1 જુલાઈથી ડીએમાં વધારાથી રાહત મળશે.
World Cup: AUS વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત રચશે ઇતિહાસ, તૂટી જશે વર્લ્ડ રેકોર્ડ
VIDEO: જમવામાં મોડું થતાં પુત્રવધૂને બેરહેમીથી ફટકારી, બાળકો ચીસો પાડતા રહ્યા, પણ...
15 ઓક્ટોબર બાદ કોઇપણ દિવસે થશે જાહેરાત
મીડિયા રિપોર્ટના અનુસાર આ વખતે કેન્દ્રીય કેબિનેટ તરફથી નવરાત્રિ દરમિયાન કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરને લઇને જાહેરાત કરી શકાય છે. ગત થોડા વર્ષો પર નજર કરીએ તો કેન્દીય કેબિનેટ તરફથી ડીએ અને ડીઆર પર નવરાત્રિ દરમિયાન ખુશબરી આપવામાં આવે છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર તરફથી 15 ઓક્ટોબર બાદ કોઇપણ દિવસ સરકારી કર્મચારીઓ માટે ખુશખબરીની જાહેરાત કરવામાં આવી શકે છે. બીજી તરફ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી આયોગ તરફથી નોટીફિકેશન જાહેર થવાનું છે.
16 દિવસ આ રાશિવાળાઓને રહેશે મૌજ, પદ-પ્રતિષ્ઠા સાથે પૈસાથી ભરાશે તિજોરી
પિતૃ પક્ષમાં આ ધાતુના વાસણમાં ભૂલથી પણ ન બનાવો ભોજન, નારાજ થઇ જશે પિતૃઓ
નોટીફિકેશન જાહેર થતાં પહેલાં થશે ડીએ હાઇક!
પાંચ રાજ્યોની ચૂંટણી સાથે જોડાયેલા નોટીફિકેશન જાહેર થઇ જાય છે તો સરકાર દ્વારા ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવી એ કોઈ પડકારથી ઓછું નહીં હોય. આ જોતાં સરકાર ચૂંટણી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલા ડીએની જાહેરાત કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે સરકાર દર વર્ષે બે વાર ડીએને લઈને જાહેરાત કરે છે. પ્રથમ જાહેરાત માર્ચની આસપાસ કરવામાં આવે છે, અને કર્મચારીઓને 1 જાન્યુઆરીથી ચૂકવણી કરવામાં આવે છે. ડીએ સંબંધિત બીજી જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, કર્મચારીઓને તેનો લાભ 1 જુલાઈથી મળશે.
મહિના સુધી ફક્ત ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પડશે શું અસર, જાણશો તો ચોંકી જશો
ડાયાબિટીઝના દર્દીઓએ ખાવા ન જોઇએ આ 5 ફળ, Out of Control થઇ જશે બ્લડ શુગર લેવલ
42 ટકાના દરે મળી રહ્યું છે ડીએ
હાલમાં, કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકાના દરે ડીએ ચૂકવવામાં આવે છે. આ વખતે તે વધીને 45 ટકા થવાની ધારણા છે. જો કે, કર્મચારી યુનિયન ડીએમાં 4 ટકા વધારાની માંગ કરી રહ્યું છે. જો DAમાં ત્રણ ટકાનો વધારો થશે તો 1 જુલાઈથી કેન્દ્રના 47 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. એ જ રીતે 68 લાખ પેન્શનધારકોને પણ 1 જુલાઈથી વધેલા DR એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.
નવેમ્બરથી શનિ આ 4 રાશિઓના ઘરમાં કરશે નોટોનો ઢગલો, અમીરોની યાદીમાં આવી જશે તમારું નામ
આ 5 ઘરેલું ઉપાયોથી હાડકાં લોખંડની જેમ મજબૂત બનશે, વૃદ્ધાવસ્થામાં નહીં પડે તકલીફ!
603 રૂપિયાનો ગેસ સિલિન્ડર
તમને જણાવી દઈએ કે ગત દિવસે દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. તેના પર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. સબસિડી બાદ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. પરંતુ રક્ષાબંધનના અવસર પર સરકારે સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારના આ પગલાને કારણે સામાન્ય સિલિન્ડરની કિંમત 903 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે સબસિડી બાદ સિલિન્ડરની કિંમત 703 રૂપિયા રહી. હવે 100 રૂપિયાની બીજી સબસિડી મળ્યા બાદ સિલિન્ડરની વાસ્તવિક કિંમત ઘટીને 603 રૂપિયા થઈ ગઈ છે.
Protein માટે મીટ અને ઇંડા ખાવાની જરૂર નથી, આ 4 ફળ ખાશો તો થઇ જશે કામ
Mangalwar Ka Totka: મંગળવારના દિવસે કરો લીંબૂના આ ખાસ ઉપાય, દૂર થશે કષ્ટ, હનુમાનજી વરસાવશે કૃપા
જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે