નવી દિલ્હીઃ જો તમને કહેવામાં આવે કે તમે એક લાખ રૂપિયાનું રોકાણ કરો અને પાંચ વર્ષ બાદ તમને 5 કરોડ રૂપિયા મળી જશે, તો તમે વિશ્વાસ કરશો નહીં. આ વિશ્વાસ કરવા જેવી વાત પણ નથી. આવું ફિલ્મોમાં જોવા મળે છે, કહાનીઓમાં હોય છે, પરંતુ આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે આવું ખરેખર થાય છે અને આ સપનું સાકાર થયું છે શેરબજારમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્વેસ્ટરો થઈ ગયા માલામાલ
અક્ષય ઉર્જા ક્ષેત્રની એક કંપની છે વારી રીન્યૂએબલ ટેક્નોલોજી લિમિટેડ (Waaree Renewable Technologies Ltd).આ સ્ટોકે અવિશ્વસનીય લાગતી વાતને સાચી સાબિત કરી છે અને તેના પર વિશ્વાસ દેખાડનાર ઈન્વેસ્ટરોને એવું રિટર્ન આપ્યું છે, જેને જાણી તમે ચોકી જશો. આ સ્ટોકે ખરેખર પાંચ વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 5 કરોડની નજીક પહોંચાડી દીધુ છે. 


આ પણ વાંચોઃ સીનિયર સિટીઝન જ નહી બધાને ઘરેબેઠા કમાણી કરાવશે બેંકની આ સ્કીમ, જાણી લો


માત્ર 17 રૂપિયા હતો એક શેરનો ભાવ
તેના એક શેરની કિંમત આજથી પાંચ વર્ષ પહેલા માત્ર 20 રૂપિયાથી ઓછી હતી. 
ફેબ્રુઆરી 2019માં તેના એક શેરની કિંમત માત્ર 17 રૂપિયા હતી. ગુરૂવાર 25 જાન્યુઆરીએ કંપનીના શેર 3,317.15 રૂપિયા પર બંધ થયા હતા. આ પાંચ વર્ષમાં 19,412.65 ટકાનું દમદાર રિટર્ન છે. એટલે કે આ શેરની વેલ્યૂ છેલ્લા પાંચ વર્ષમાં 474 ગણી ઉપર પહોંચી છે. 


5 વર્ષમાં 474 ગણા વધ્યા ભાવ
તેનો મતલબ છે કે જો કોઈ ઈન્વેસ્ટરે Waaree Renewable Technologies ના સેરમાં 1 ફેબ્રુઆરી 2019ના માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરી વિશ્વાસ જાળવી રાખ્યો હોત અને આજ સુધી રોકાણ યથાવત રાખ્યું હોત તો તેના એક લાખ રૂપિયાની વેલ્યૂ આજે 474 ગણી હોત. 1 લાખના 474 ગણા 4.74 કરોડ રૂપિયા થાય છે. આ પાંચ કરોડમાં થોડા ઓછા છે. 


આ પણ વાંચોઃ ખોટા વાયદા કરી 17 ગણા વધાર્યા શેરના ભાવ, 24 કરોડનો નફો રળી ફૂર્રરર...થઇ ગયા પ્રમોટર


એક વર્ષમાં 6 ગણાથી વધુની તેજી
હજુ પણ આ શેરમાં તેજી યથાવત છે. છેલ્લા કારોબારી દિવસે તેના ભાવમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ દિવસમાં તેના ભાવમાં 27 ટકાનો વધારો થયો છે, જ્યારે માત્ર એક મહિનામાં ભાવ 83 ટકા વધ્યો છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 129 ટકાની શાનદાર તેજી આવી છે, જ્યારે એક વર્ષમાં તેણે 570 ટકાની જોરદાર છલાંગ લગાવી છે.  


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે તમારા એડવાઇઝરની સલાહ લો.