નવી દિલ્હીઃ ખાનગી સેટ્કરની દિગ્ગજ બેન્ક સિટી યુનિયન બેન્કના શેરમાં છેલ્લા કેટલાક સમયથી મંદી જોવા મળી રહી છે. તેના શેર એક વર્ષના નિચલા સ્તરેથી બે મહિનામાં માત્ર 2 ટકા રિકવર થઈ શક્યા છે અને હજુ એક વર્ષની હાઈથી 41 ટકા નીચે છે. પરંતુ લોન્ગ ટર્મમાં સિટી યુનિયન બેન્કે રોકાણકારોને માલામાલ કર્યાં છે. હવે તેમાં બ્રોકરેજ ફર્મને તેજી જોવા મળી રહી છે. તે વર્તમાન લેવલથી 32 ટકા ઉપર ચઢી શકે છે. તેના શેર બીએસઈ પર  122 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. બુધવારે શેરમાં 0.41 ટકાની તેજી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 વર્ષમાં બનાવી દીધા કરોડપતિ
સિયી યુનિટન બેન્કના શેર 12 ઓક્ટોબર 2001માં માત્ર 1.08 રૂપિયામાં મળી રહ્યાં હતા. હવે તે 122 રૂપિયાનો છે એટલે કે 22 વર્ષમાં ઈન્વેસ્ટરોની મૂડી 11159 ટકા વધી ગઈ અને 89 હજાર રૂપિયાના રોકાણ પર કરોડપતિ બની ગયા. હવે છેલ્લા એક વર્ષમાં શેરની ચાલ નબળી જોવા મળી રહી છે. પાછલા વર્ષે 15 ડિસેમ્બર 2022ના શેર પોતાના ઉચ્ચ સ્તર 204.95 રૂપિયા પર હતો. ત્યારબાદ સાત મહિનામાં 24 ટકા તૂટી જૂન 2023માં એક વર્ષના નિચલા સ્તર 119.50 રૂપિયા પર આવી ગયો હતો. પરંતુ પછી તેમાં ખરીદી જોવા મળી અને બે ટકા રિકવર થઈ શક્યો છે. એક વર્ષના હાઈથી તે હજુ 41 ટકા ડાઉનસાઇડ છે. 


આ પણ વાંચોઃ ધૂમ મચાવવા આવી રહ્યો છે વધુ એક IPO,ખુલતા પહેલા 55 રૂપિયા પર પહોંચ્યો GMP


હવે આગળ શું થઈ શકે
જૂન ક્વાર્ટરમાં સિટી યુનિયન બેન્કની કમાણી અનુમાનથી વધુ રહી. પરંતુ લોન ગ્રોથમાં ક્વાર્ટરના આધાર પર દોઢ ટકાનો ઘટાડો અને ગ્રોસ એનપીએ 0.54 ટકા ઉછળી 4.9 ટકા પરપહોંચ્યો અને અન્ય સ્ત્રોતોથી આવકમાં ઘટાડાએ નિરાશ કર્યાં છે. હવે બેન્કે સ્પાઇસ જેટ ખાતાથી પ્રોવિજન્સને ફરીથી અલોટ કરી પોતાના પીસીઆરને 50 ટકા સુધી સુધારવાનો માર્ગ પસંદ કર્યો છે, જેનાથી નાણાકીય વર્ષ 2024માં બાકી મહિના માટે ક્રેડિટ કોસ્ટના મોર્ચા પર થોડી રાહત મળી છે. 


મેનેજમેન્ટને હજુ પણ વિશ્વાસ છે કે કો-લેન્ડિંગમાં વધેલા પ્રયાસો, ડિજિટલ શરૂઆત અને તેના કોર એમએસએમઈ સેગમેન્ટના દમ પર ઓરિજિન લોન ગ્રોથ 12-14 ટકા રહી શકે છે. એનપીએની રિકવરીમાં તેજી અને રિટેન-ઓફ એકાઉન્ટના દમ પર રિટર્ન રેશિયો પણ સ્થાયી રહેવાનું અનુમાન છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે મીડિયમ ટર્મમાં ઓપરેટિંગ એક્સપેન્ડિચરમાં તેજી જારી રહી શકે છે. હવે ગ્રોથ અને હાઈ ઓપરેટિંગ એક્સપેન્ડિચરને જોતા બ્રોકરેજ ફર્મે તેની નાણાકીય સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આંકડાના અનુમાનમાં થોડો ફેરફાર કર્યો છે પરંતુ બાયનું રેટિંગ યથાવત રાખ્યું છે. તેમાં રોકાણ માટે ટાર્ગેટ પ્રાઇઝ 160 રૂપિયા છે. 


આ પણ વાંચો- ₹12 નો શેર વધી  ₹652 પર પહોંચી ગયો, એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 53 લાખ


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમને અધીન હોય છે, તમે તમારા એક્સપર્ટની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાકે માત્ર માહિતી આપી છે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube