નવી દિલ્હીઃ શેર બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘણા એવા સ્ટોક છે, જેણે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ શેરમાં રોકાણ કરનારા માલામાલ થઈ ગયા છે. આ સ્ટોકે ખુબ ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એવા બે સ્ટોક્સ વિશે જણાવી રહ્યાં છીએ જેણે એક વર્ષમાં કમાલ કર્યો છે. આ શેરને ખરીદવા માટે ઈન્વેસ્ટરોમાં હોડ જોવા મળી રહી છે. આ શેર જય બાલાજી ઈન્ડસ્ટ્રિઝ અને આંધ્રા સીમેન્ટનો છે. બાલાજી ઈન્ડસ્ટ્રિઝ અને આંધ્રા સીમેન્ટના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં આશરે 1500 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સ્ટોકમાં રોકાણ કરનારા માલામાલ થઈ ગયા છે. આવો તેના વિશે જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારોને કર્યાં માલામાલ
જો કોઈ ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા જય બાલાજીના શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તેને બમ્પર રિટર્ન મળી ગયું હોત. એક વર્ષ પહેલાની વાત કરીએ તો 24 નવેમ્બર 2022ના કંપનીનો શેર 40.85 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો આજે આ શેર 605 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. શેરનો 52 સપ્તાહનો હાઈ 641.90 રૂપિયા અને લો લેવલ 39.05 રૂપિયા છે. સ્ટોકે ઈન્વેસ્ટરોને 5 દિવસમાં 4 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. તો છેલ્લા છ મહિનામાં સ્ટોક 592 ટકાથી વધુનો રિટર્ન આપી ચુક્યો છે. શેરમાં હજુ તેજી જોવા મળી રહી છે. 


આ પણ વાંચોઃ 1 વર્ષમાં 200% વધી ગયો આ શેર, રોકાણકારો માલામાલ, ત્રણ ગણી વધી સંપત્તિ


તો આંધ્રા સીમેન્ટની વાત કરીએ તો તેનો 52 સપ્તાહનો લો 4.90 રૂપિયા છે. તો 52 સપ્તાહનો હાઈ 158.25 રૂપિયા છે. આ શેર અત્યારે 95 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એક વર્ષમાં આંધ્રા સીમેન્ટના સ્ટોકે ઈન્વેસ્ટરોને આશરે 1300 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. 


જાણકારી વગર રોકાણ કરો નહીં
શેર બજારમાં યોગ્ય જાણકારી વગર રોકાણ કરો નહીં. કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત જરૂર કરો. આમ ન કરવાથી આર્થિક રૂપથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube