વાહ ભાઈ વાહ! જબરદસ્ત...10,000ના રોકાણ પર મળ્યું 16 કરોડનું રિટર્ન
આજે અમે એવા જ એક મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશું જેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ ફંડે 150 ટકાનું રિટર્ન આપ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ આજના સમયમાં આકર્ષક રોકાણનું ટુલ બનીને ઉભરી આવ્યો છે. તેમાં રોકાણ કરનારા લોકો લોંગ ટર્મને ધ્યાનમાં રાખીને રોકાણ કરે છે. આજે અમે એવા જ એક મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશું જેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ ફંડે 150 ટકાનું રિટર્ન આપ્યું છે.
18.87% CAGR
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ એચડીએફસી ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ (HDFC Flexi Cap) હાલના સમયમાં ભારતના સૌથી જૂના મ્યુચ્યુઅલ ફંડમાંથી એક છે. ગત 29 વર્ષ દરમિયાન આ ફંડે પોઝિશનલ રોકાણકારોના પૈસા 150 ટકા વધારી દીધા છે. આ દરમિયાન 18.87% CAGR કંપનીએ આપ્યું છે.
10,000 રૂપિયાનું રોકાણ કરી બન્યા કરોડપતિ
જો કોઈ વ્યક્તિએ 10,000 રૂપિયાની એસઓપીઓ 1જાન્યુઆરી 1995ના રોજ કરી હશે તો તેનું રોકાણ 31 ડિસેમ્બર 2023ના રોજ 34.80 લાખ થઈ ગયું હશે. જેના પર મળનારું રિટર્ન જોડીએ તો આ બધુ થઈને 16.5 કરોડ રૂપિયા થઈ ગયું હશે.
આ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો કંપની લાર્જ કેપ, મિડ કેપ, અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે.
પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ....જેમના પર PM મોદીને છે ખુબ ભરોસો, લક્ષદ્વીપના કર્તાહર્તા
આ દેશની સરકારની જાહેરાત, હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુ.એ મળશે 2 કલાકનો વિશેષ બ્રેક
આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ વરસાવે છે વિશેષ કૃપા, ધનના ઢગલા થાય, કામ પૂરા થાય
(Disclaimer: અહીં ફક્ત મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube