પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ....જેમના પર PM મોદીને છે ખુબ ભરોસો, લક્ષદ્વીપના કર્તાહર્તા, ખાસ જાણો તેમના વિશે અજાણી વાતો

માલદીવને ભલે તેની સુંદરતા પર ઘમંડ હોય પરંતુ ભારતનું લક્ષદ્વીપ પણ માલદીવ સામે ટક્કર લેવા માટે તૈયાર થઈ રહ્યું છે. અહીંના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હાલમાં જ આ સમગ્ર વિવાદ પર બોલતા કહ્યું હતું કે ભારતે માલદીવને આકરો જવાબ આપ્યો છે. પટેલનું કહેવું છે કે લક્ષદ્વીપ માટે પીએમ મોદીએ ખુબ કામ કર્યું છે. 

પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ....જેમના પર PM મોદીને છે ખુબ ભરોસો, લક્ષદ્વીપના કર્તાહર્તા, ખાસ જાણો તેમના વિશે અજાણી વાતો

માલદીવને ભલે તેની સુંદરતા પર ઘમંડ હોય પરંતુ ભારતનું લક્ષદ્વીપ પણ માલદીવ સામે ટક્કર લેવા માટે તૈયાર થઈ રહ્યું છે. અહીંના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હાલમાં જ આ સમગ્ર વિવાદ પર બોલતા કહ્યું હતું કે ભારતે માલદીવને આકરો જવાબ આપ્યો છે. પટેલનું કહેવું છે કે લક્ષદ્વીપ માટે પીએમ મોદીએ ખુબ કામ કર્યું છે. પહેલા લક્ષદ્વીપના પર્યટનને પ્રોત્સાહન મળ્યું નહતું. અગાઉ લક્ષદ્વીપના વિકાસના પ્રયત્નોમાં કમી હતી. અહીંની કુલ જનસંખ્યા 64 હજાર જેટલી છે. ફક્ત દસ ગ્રામ પંચાયત છે. અહીં પીવાનું શુદ્ધ પાણી પણ નહતું. તેમનું કહેવું છે કે હવે ચીજો ઘણી બદલાઈ છે. 

પીએમ મોદીની તસવીરોએ કર્યો ધમાકો
અત્રે જણાવવાનું કે પીએમ મોદી 2 જાન્યુઆરીએ લક્ષદ્વીપના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ 4 જાન્યુઆરીના રોજ કેટલીક તસવીરો શેર કરી અને લક્ષદ્વીપ ફરવા જવાની અપીલ કરી હતી. પછી તો માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી અને ભારત વિરોધી ટિપ્પણીઓ કરતા મોટો વિવાદ ઊભો કર્યો હતો. જે હજુ શાંત પડ્યો નથી. મંત્રીઓના સસ્પેન્શન બાદ પણ વિવાદ હજુ પણ સોશિયલ મીડિયામાં ચાલુ છે. ભારતીય વિદેશ મંત્રાલયે માલદીવના ભારત ખાતેના હાઈ કમિશનર ઈબ્રાહિમ શાહિબને બોલાવીને પીએમ મોદી પર સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણીઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. 

પીએમ મોદીનું લક્ષ્ય
પીએમ મોદીના રાજકીય સફરને જોઈએ તો તેઓ પર્યટન પર ભાર મૂકતા આવ્યા છે. લક્ષદ્વીપ ફરવા જવાની તેમની અપીલ પર ભલે વિવાદ સર્જાયો હોય પરંતુ પીએમ મોદી લક્ષદ્વીપને ગ્લોબલ ટુરિસ્ટના મોટા સ્પોટ બનાવવાની નીતિ પર પહેલેથી કામ કરી રહ્યા છે. તેનો પુરાવો પ્રફુલ્લ પટેલનું ત્યાંના પ્રશાસક હોવું એ છે. પ્રફુલ્લ પટેલ પ્રધાનમંત્રી મોદીના વિશ્વાસપાત્રુ વ્યક્તિોમાં સામેલ છે. 

કોણ છે પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ
હાલ પ્રફુલ્લ્લ ખોડાભાઈ પટેલ લક્ષદ્વીપના કર્તાહર્તા છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે પ્રફુલ્લ્લ પટેલ થોડા સમય માટે રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2020માં લક્ષદ્વીપના તત્કાલિન પ્રશાસક દિનેશ્વર વર્માના નિધનના કારણે પ્રફુલ્લ્લ પટેલને પદભાર સોંપવામાં આવ્યો હતો. પ્રફુલ્લ પટેલ એવા નેતાઓમાં સામેલ છે જેમના પર પીએમ મોદીને ખુબ ભરોસો હોય છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષની શરૂઆતમાં પ્રફુલ્લ્લ પટેલના આગ્રહ  પર જ લક્ષદ્વીપના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રફુલ્લ્લ પટેલ ત્યાંના પ્રશાસક બન્યા બાદ સતત તેઓ ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લાગેલા છે. જેથી કરીને તેને ભારતના અન્ય સ્થળો સાથે સારી રીતે જોડી શકાય. 

સીએમ રેસમાં નામ ઉછળ્યું હતું
ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણીનું રાજીનામું પડ્યું હતું ત્યારે કોઈ પાટીદાર ચહેરાના કમાન સોંપવાની વાતો ચાલતી હતી અને તે વખતે પણ પ્રફુલ્લ્લ પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. કારણ કે અગાઉ તે રાજ્યના રાજકારણમાં સક્રિય રહી ચૂક્યા હતા. તેઓ વિધાયક  હોવાની સાથે સાથે મંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. પ્રફુલ્લ્લ પટેલ ઓગસ્ટ 2010થી લઈને ડિસેમ્બર 2012 સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 

વધારાનો ભાર
પ્રફુલ્લ્લ પટેલ 26 જાન્યુઆરી 2020ના રોજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના વિલય બાદ નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના પ્રશાસક બન્યા હતા. લક્ષદ્વીપના પ્રશાસક દિનેશ્વર શર્માના નિધન બાદ પ્રફુલ્લ્લ પટેલને 5 ડિસેમ્બર 2020થી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે વધારાનો ભાર સોંપવામાં આવ્યો હતો અને ત્યારથી તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. 

પીએમ મોદી સાથે જૂનો સંબંધ
લક્ષદ્વીપના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટને લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા Save Lakshadweep મુહિમ ચાલી હતી. જેમાં પ્રફુલ્લ્લ પટેલના નિર્ણયોને લક્ષદ્વીપ માટે ખોટા ગણાવવામાં આવ્યા હતા. આ મામલે ખુબ વિવાદ થયો હતો. પટેલ દ્વારા કોરોના કાળમાં નેગેટિવ રિપોર્ટ ધરાવનારા લોકોને લક્ષદ્વીપમાં પ્રવેશ ઉપર પણ વિવાદ થયો હતો. જો કે આકરા વિરોધ છતાં તેઓ લક્ષદ્વીપના પ્રશાસક બની રહ્યા. ત્યારે ત્યાંના સાંસદ મોહમ્મદ ફૈઝલ પણ વિરોધમાં ઉતર્યા હતા. લક્ષદ્વીપમાં કોવિડનો પહેલો કેસ 18 જાન્યુઆરી 2021ના રોજ રિપોર્ટ થયો હતો. 

લીધી હતી અમિત શાહની જગ્યા
પ્રફુલ્લ્લ પટેલ દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રશાશક છે અને તેમની પાસે લક્ષદ્વીપનો પણ વધારાનો કાર્યભાર છે. પટેલે 2007માં પહેલીવાર હિંમતનગરથી ચૂંટણી જીતી હતી અને વિધાયક બન્યા હતા. પટેલના પિતા ખોડાભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા હતા. પીએમ મોદી સાથે સારા સંબંધો હતા. ગુજરાતમાં તે વખતે વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી જેલમાં ગયા બાદ પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પ્રફુલ્લ્લ પટેલને ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે પ્રફુલ્લ્લ પટેલે અમિત શાહના 10માંથી 8 વિભાગ સંભાળ્યા હતા. જો કે ત્યારબાદ 2012માં પટેલ વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી જ્યારે પીએમ બન્યા તો તેમણે 2016માં પ્રફુલ્લ્લ પટેલને પહેલા દમણ અને દીવના પ્રશાસક નિયુક્ત કર્યા હતા. પ્રફુલ્લ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ ગુજરાત ભાજપમાં સક્રિય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news