કરોડપતિ બનાવી દેશે રોકાણનો આ નિયમ, જાણો શું છે રૂલ `15×15×15`
શેર બજારમાં તમામ પાસાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. તમે એસઆઈપી દ્વારા પણ તમારા પૈસા બજારમાં રોકી શકો છો.
નવી દિલ્હીઃ દરેક રોકાણકાર પોતાના ઇન્વેસ્ટમેન્ટ પર વધુ રિટર્ન ઈચ્છે છે. રોકાણ દરમિયાન તેનો પ્રયાસ રહે છે કે જોખમ ઓછામાં ઓછું રહે. મ્યુચુઅલ ફંડમાં જો સાવચેતી અને સમજદારીથી રોકાણ કરો તો સારૂ રિટર્ન મળી શકે છે. આપણે તે વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે મ્યુચુઅલ ફંડ (Mutual Fund) બજાર જોખમોથી ભરેલું છે. પરંતુ જો તમે લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરો છો તો ત્યાં જોખમ ઓછુ થઈ જાય છે. તો સારૂ રિટર્ન મળવાની આશા પણ રહે છે. મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા દરમિયાન ઘણા નિયમો પર ધ્યાન આપવાનું હોય છે અને તેમાંથી એક છે '15×15×15' રૂલ. આવો જાણીએ શું છે આ નિયમ અને તમે આ રૂલને ફોલો કરી કઈ રીતે કરોડપતિ બની શકો છો.
શું છે '15×15×15' રૂલ
મ્ચુચુઅલ ફંડ્સ SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) રૂલ અનુસાર જો કોઈ વ્યક્તિ 15000 રૂપિયા મહિને 15 વર્ષ માટે સતત જમા કરે છે તો તે 1 કરોડ રૂપિયા મેચ્યોરિટી સમયે મેળવી શકે છે. જો વાર્ષિક વ્યાજદર 15 ટકા આસપાસ રહે છે.
આ પણ વાંચો- મોટા સમાચાર! પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત
એસએજી ઇન્ફોટેકના એમડી અમિત ગુપ્તા કહે છે- મ્યુચુઅલ ફંડ એસઆઈપી પ્લાનમાં 15×15×15 રૂપ ખુબ પ્રભાવશાળી છે. આ નિયમ એક વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. જો મહિનાના 15 હજાર રૂપિયાના રોકાણ પર 15% વાર્ષિક વ્યાજ મળે છે તો 15 વર્ષમાં એક કરોડથી વધુ રૂપિયા મળશે. કુલ 27,00,00 રૂપિયાના 15 ટકા વાર્ષિક વ્યાજના હિસાબે 74,52,946 રૂપિયા વ્યાજમાં મળશે. એટલે કે તમારા કુલ પૈસા 1,01,52,946 રૂપિયા થઈ જશે.
15×15×15 રૂલ પર MyFundBazar ના CEO અને ફાઉન્ડર વિનીત કહે છે કે, રોકાણકારોએ જોખમ ઉઠાવવાની ક્ષમતા અનુસાર સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપની પસંદગી કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube