નવી દિલ્હી: જો તમારું મન પણ કંઇક ક્રિએટિવ કરવાનું છે જેથી તમને કમાણી પણ થાય તો તમારા માટે સોનેરી તક આવી છે. દેશમાં 'વંદે ભારત એક્સપ્રેસ'ને દોડાવ્યા બાદ મોદી સરકાર બુલેટ ટ્રેન પર ઝડપથી કામ કરી રહી છે. પરંતુ સરકાર 'વંદે ભારત એક્સપ્રેસ'ની માફક તેને પણ અલગ નામ અને ઓળખ આપવા માંગે છે. જો તમે પણ બુલેટ ટ્રેનને નવું નામ આપવા માટે તૈયાર છો તો નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)ની માફક આયોજિત કરવામાં આવેલી સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ થી અમદાવાદ વચ્ચે દોડશે પહેલી બુલેટ ટ્રેન
એનએચએસઆરસીએલ દ્વારા મુંબઇ થી અમદાવાદ વચ્ચે દોડનારી પહેલી બુલેટ ટ્રેન માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં તમારે બુલેટ ટ્રેનનું નામ જણાવવાનું રહેશે અને એક મેસ્કોટ ડિઝાઇન કરવી પડશે. વિજેતા પ્રતિભાગીને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. જો તમે પણ આ સ્પર્ધામાં ભાગ લેવા માંગો છો તો 25 માર્ચ સુધી અરજી કરી શકો છો. 



મેસ્કોટ ડિઝાઇન પર 1 લાખનું ઇનામ
સ્પર્ધા વિશે એનએચએસઆરસીએલ દ્વારા જાણકારી આપવામાં આવી 'મેસ્કોટ સારી રીતે ડિઝાઇન કરેલ કેરેક્ટર હોવું જોઇએ, જે NHSRCL ના વેલ્યૂ સિસ્ટમમાં વધારો કરી શકે અને લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે. મેસ્કોટ ડિઝાઇન સ્પર્ધાના વિજેતાને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનું કેશ ઇનામ આપવામાં આવશે. 


આ સ્પર્ધામાં આ ઉપરાંત 5 સાંત્વના પુરસ્કાર આપવામાં આવશે. દરેક સાંત્વના પુરસ્કાર માટે 10 હજાર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. તો બીજી તરફ ટ્રેનના નામના વિજેતા પ્રતિભાગીને 50 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર ઇનામ મળશે. આ ઉપરાંત આ સ્પર્ધામાં 5-5 રૂપિયાના પાંચ સાત્વના પુરસ્કાર આપવામાં આવશે.