બજેટ પહેલા પીએમની 13મી બેઠક, 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્ય પર 40 અર્થશાસ્ત્રીઓ-નિષ્ણાંતો સાથે 2 કલાક ચર્ચા
Budget 2020: બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, સીઈઓ અમિતાભ કાંત અને બીજા અધિકારીઓની સાથે અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ અને વિકાસ વધારવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નીતિ આયોગમાં 40થી વધુ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગના નિષ્ણાતોની સાથે 2 કલાક સુધી બેઠક કરી હતી. ન્યૂઝ એજન્સી પ્રમાણે, પીએમ મોદીનું ધ્યાન 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્ય પર હતું. તેમણે વપરાશ અને માગ વધારવાના ઉપાયો પર સૂચનો માગ્યા હતા.
બજેટની તૈયારીમાં આ વખતે મોદીની સક્રિય ભૂમિકા
બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, સીઈઓ અમિતાભ કાંત અને બીજા અધિકારીઓની સાથે અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ અને વિકાસ વધારવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે બીજા સેક્ટરના મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહ, રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોય પણ બેઠકમાં સામેલ થયા હતા. બજેટ પહેલા અર્થવ્યવસ્થા પર ચર્ચા માટે આ મોદીની 13મી બેઠક હતી.
સરકાર બજેટની પ્રક્રિયામાં લાગેલી છે, પરંતુ જીડીપી ગ્રોથમાં ઘટાડાને કારણે ચિંતામાં છે. ન્યૂઝ એન્જસી પ્રમાણે મોદી આ બજેટની તૈયારીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. અર્થવ્યવસ્થાના મોરચા પર વડાપ્રધાનની સક્રિયતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેમણે મુખ્ય ઉદ્યોગપતિઓની સાથે પાછલા સપ્તાહે બેઠક કરી હતી. આ સિવાય અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકોની સાથે 10 બેઠક કરી ચુક્યા છે. તમામ મંત્રાલયોને પણ 5 વર્ષની યોજનાનો મુસદ્દો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. તેની સમીક્ષા માટે પણ મોદી ઘણો સમય આપી રહ્યાં છે.
સકારાત્મક વૈશ્વિક સંકેતોથી બજાર માલામાલ, સેન્સેક્સમાં 635 પોઈન્ટનો વધારો
જીડીપી ગ્રોથ 11 વર્ષમાં સૌથી ઓછો રહેવાનું અનુમાન
એક ફેબ્રુઆરીએ આવનારા સામાન્ય બજેટ માટે વડાપ્રધાને જનતા પાસેથી પણ સૂચનો માગ્યા છે. તેઓ જાણવા ઈચ્છે છે કે અર્થવ્યવસ્થામાં સુધાર માટે બજેટમાં શું ઉપાય કરી શકાય છે. મહત્વનું છે કે જીડીપી ગ્રોથ 11 વર્ષના નિચલા સ્તર પર પહોંચવાના જોખમ વચ્ચે છે. કેન્દ્રીય આંકડા વિભાગે 2019-20માં વિકાસદર 5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જો આમ થયું તો 2008-09 બાદ સૌથી ઓછો વિકાસદર હશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube