Jet Airways માંથી નરેશ ગોયલની વિદાય, કંપનીને બેંકો પાસેથી મળશે 1500 કરોડ
નરેશ ગોયલ અને સુનીતા ગોયલને Jet Airways ના બોર્ડ ઓફ ડાયરેક્ટરના પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના ઉપરાંત Etihad Airways ના એક પ્રમોટરને પણ બોર્ડમા6થી બહાર જવું પડ્યું છે. નરેશ ગોયલ હવે જેટ એરવેઝના ચેરમેન રહ્યા નથી. કંપની પર લગભગ 7000 કરોડ રૂપિયાનું દેવું છે. છેલ્લા કેટલાક મહિનાથી કર્મકહરીઓને પગાર પણ મળ્યો છે. વિમાનોને પટ્ટા નહી આપવાના લીધે 41 વિમાન ગ્રાઉન્ડ થઇ ચૂક્યા છે.
નવી દિલ્હી: નરેશ ગોયલ અને સુનીતા ગોયલને Jet Airways ના બોર્ડ ઓફ ડાયરેક્ટરના પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના ઉપરાંત Etihad Airways ના એક પ્રમોટરને પણ બોર્ડમા6થી બહાર જવું પડ્યું છે. નરેશ ગોયલ હવે જેટ એરવેઝના ચેરમેન રહ્યા નથી. કંપની પર લગભગ 7000 કરોડ રૂપિયાનું દેવું છે. છેલ્લા કેટલાક મહિનાથી કર્મકહરીઓને પગાર પણ મળ્યો છે. વિમાનોને પટ્ટા નહી આપવાના લીધે 41 વિમાન ગ્રાઉન્ડ થઇ ચૂક્યા છે.
કંપનીને લગભગ 1500 કરોડ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. ગોયલ દ્વારા પદ છોડ્યા બાદ કંપનીને હવે બેંકો પાસેથી મદદ મળી જશે. તમને જણાવી દઇએ કે નરેશ ગોયલની પાસે 51 ટકા શેર છે અને Etihad Airways ની પાસે 24 ટકા શેર છે. કંપનીને કોઇપણ સ્થિતિમાં માર્ચના અંત સુધી 1700 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવાનું છે.
Jet Airways ને બચાવવા માટે નરેશ ગોયલે લગાવ્યો જીવ, નિષ્ફળ રહ્યા તો લઇ રહ્યા છો આ નિર્ણય
રિપોર્ટ અનુસાર કંપનીના બોર્ડ પર હવે ઉધાર લેનારાઓના પ્રતિનિધિઓનો કબજો થઇ ગયો છે. તેમની પાસે હવે 50 ટકાથી વધુ શેર હશે. બેંકો દ્વારા જે બોર્ડનું ગઠન કર્યું તે હાલ કંપનીનું કામકાજ જોશે.
એતિહાદે 2013માં પહેલા રોકાણ કર્યું હતું
Etihad Airways એ 2013માં કંપનીમાં 600 મિલિયન ડોલર (4200 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું હતું, ત્યારબાદ કંપનીમાં તેમની ભાગીદારી 24 ટકા થઇ ગઇ હતી. તે સમયે પણ કંપનીની ખરાબ સ્થિતિ થઇ ગઇ હતી. આ વખતે નાણાકીય સ્થિતિ બગડતાં નરેશ ગોયલે Etihad Airways થી અને રોકાણ કરવા માટે કહ્યું. કંપનીને બેંક પાસેથી લોન મળી રહી નથી.