Jet Airways ને બચાવવા માટે નરેશ ગોયલે લગાવ્યો જીવ, નિષ્ફળ રહ્યા તો લઇ રહ્યા છો આ નિર્ણય
Trending Photos
નવી દિલ્હી: આખરે Jet Airways ના પ્રમુખ નરેશ ગોયલને કંપનીને બચાવવા માટે તે માર્ગ અપનાવવો પડ્યો, જેને તે અપનાવવા માંગતા ન હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરથી બહાર થઇ જશે. ન્યૂઝ એજન્સીએ ET Now ના હવાલાની વાત કહી છે. કંપનીના CEO વિનય દુબે પોતાના પદ પર રહી શકે છે. તમને જણાવી દઇએ કે 25 પહેલાં 1993માં નરેશ ગોયલે પત્ની અનીતા ગોયલની સાથે મળીને જેટ એરવેઝની શરૂઆત કરી હતી.
થોડા દિવસો પહેલાં રોયટર્સે પોતાની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રોકાણ ન મળવાના કારણે નરેશ ગોયલે ચેરમેન પદેથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. જો તે ચેરમેન પદ પરથી દૂર કરવા માંગે છે તો તેમને પોતાની ભાગીદારી 51 ટકાથી ઓછી કરવી પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે Jet Airways ને લોન આપનાર નરેશ ગોયલની પુરી ભાગીદારી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અને તેમની જગ્યાએ નવા ખરીદદાર શોધી શકે છે.
Jet Airways પર 1 બિલિયન ડોલર (લગભગ 700 કરોડ રૂપિયા)થી વધુ લોન છે. 41થી વધુ વિમાન પટ્ટ ન આપી શકતા ગ્રાઉંડ થઇ ચૂક્યું છે. કર્મચારીઓને સેલરી મળી શકી નથી. બેંકોને હપ્તા પહોંચી જઇ રહ્યા નથી. કુલ મળીને કંપનીની ખરાબ હાલત અને નાજુક છે. સહયોગી Etihad Airways રોકાન કરવા માટે તૈયાર છે, પરંતુ તેની શરત છે કે કંપનીમાં તેના શેર 25 ટકા થઇ જશે. તેના લીધે નરેશ ગોયલે ચેરમેન પદેથી રાજીનામું આપવું પડશે.
એતિહાદે 2013માં પહેલા રોકાણ કર્યું હતું
Etihad Airways એ 2013માં કંપનીમાં 600 મિલિયન ડોલર (4200 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું હતું, ત્યારબાદ કંપનીમાં તેમની ભાગીદારી 24 ટકા થઇ ગઇ હતી. તે સમયે પણ કંપનીની ખરાબ સ્થિતિ થઇ ગઇ હતી. આ વખતે નાણાકીય સ્થિતિ બગડતાં નરેશ ગોયલે Etihad Airways થી અને રોકાણ કરવા માટે કહ્યું. કંપનીને બેંક પાસેથી લોન મળી રહી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે