નવી દિલ્હી: જેપી ઇંફ્રાટેક (Jaypee Infratech) ના વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી દરમિયાન જેપીના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી તેમની અપીલ પર સુનાવણી કરી લેતી નથી ત્યાં સુધી NBCC પ્રપોજલ પર વિચાર ન કરવો જોઇએ. ત્યારબાદ કોર્ટે NBCC દ્વારા આપવામાં આવેલા પ્રપોજલને પરત લઇ લીધું છે. હવે કોર્ટ આ મામલે આગામી સુનાવણી 22 ઓક્ટોબરના રોજ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પી ચિદંબરમને મોટો આંચકો, તિહાડ જેલમાં 2 કલાકની પૂછપરછ બાદ ED એ પણ કરી ધરપકડ


હોમ બાયર્સના પક્ષમાં કામ કરી રહ્યા છે: કેંદ્વ
ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેંદ્વ સરકારે હજારો ઘર ખરીદારોના હિતોની રક્ષા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવા માટે કહ્યું હતું. આ દરમિયાન કેંદ્વ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટને આશ્વસ્ત કરતાં કહ્યું હતું કે ઘર ખરીદદારોના હિતોને ધ્યાનમાં રાખતાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમે સતત હોમ બાયર્સના પક્ષમાં કામ કરી રહ્યા છીએ. 

દિવાળીની ભેટ, 25 ઓક્ટોબરે પગારમાં ઉમેરાઇને આવશે 5% DA


લાખો ખરીદદારો બિલ્ડર્સ પ્રોજેક્ટમાં ફસાયેલા છે
આ પહેલાં સુનાવણીમાં કેંદ્વ સરકારે કોર્ટને કહ્યું હતું કે તે એવા ઘર ખરીદારોની ફરિયાદોનું સમાધાન કરવા માટે 'એક સમાન પ્રસ્તાવ' પર કામ કરી રહી છે, જે પોતાની આકરી મહેનતની કમાણીથી રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ બાદ ફસાઇ જાય છે. એવા લાખો ખરીદદારો છે જે બિલ્ડર્સ પ્રોજેક્ટમાં ફસાયેલા છે. 


ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે જો જેપી ઇંફ્રાટેક મામલે 21 હજારથી વધુ ઘર ખરીદારોની ફરિયાદનું સમાધાન ન કર્યું નથી, તો તે તેમના હિતોની રક્ષા માટે સંવિધાનની કલમ 142 હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરશે.