પી ચિદંબરમને મોટો આંચકો, તિહાડ જેલમાં 2 કલાકની પૂછપરછ બાદ ED એ પણ કરી ધરપકડ

ઇડીએ અત્યારે ફક્ત કાગળીયાના આધારે પી ચિદંબરમની ધરપકડ કરી છે. કોર્ટના આદેશ બાદ તેમને તિહાડમાંથી કાઢવામાં આવશે. અત્યાર સુધી તિહાડ જેલની પાસે ચિદંબરમને ઇડીની સાથે મોકલવાનો કોઇ આદેશ નથી. ચિદંબરમ સાથે પૂછપરછ કર્યા બાદ ઇડીના ત્રણ અધિકારીઓની ટીમ ગઇ હતી. 

પી ચિદંબરમને મોટો આંચકો, તિહાડ જેલમાં 2 કલાકની પૂછપરછ બાદ ED એ પણ કરી ધરપકડ

નવી દિલ્હી: આઇએનએક્સ મીડિયા (INX Media Case) સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ  (P Chidambaram) ને વધુ એક આંચકો લાગ્યો છે. ઇડી (Enforcement Directorate)એ પી ચિદંબરમની ધરપકડ કરી લીધી છે. તિહાડ જેલમાં 2 કલાકની પૂછપરછ બાદ તેમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસાર ઇડીએ અત્યારે ફક્ત કાગળીયાના આધારે પી ચિદંબરમની ધરપકડ કરી છે. કોર્ટના આદેશ બાદ તેમને તિહાડમાંથી કાઢવામાં આવશે. અત્યાર સુધી તિહાડ જેલની પાસે ચિદંબરમને ઇડીની સાથે મોકલવાનો કોઇ આદેશ નથી. ચિદંબરમ સાથે પૂછપરછ કર્યા બાદ ઇડીના ત્રણ અધિકારીઓની ટીમ ગઇ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક કોર્ટે ગત મંગળવારે ઇડીને આઇએનએક્સ મીડિયા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ સાથે પૂછપરછ કરવા તથા જરૂર પડતાં ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. સ્પેશિયલ સીબીઆઇ ન્યાયાધીશ અજય કુમાર કુહરે ઇડી દ્વારા પૂર્વ નાણામંત્રીની ધરપકડની માંગ કરતાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં આ આદેશ મંજૂર કર્યો હતો. 

કોર્ટે ફેંસલો સંભળાવ્યો હતો કે ''આરોપીની ધરપકડની અરજીને હાલના કેસમાં તપાસની અરજીના સ્વરૂપમાં માનવામાં આવી રહી છે અને તેના અનુસાર પરવાનગી આપવામાં આવે છે.' કોર્ટે ચિદંબરમ દ્વારા દાખલ અરજીને નકારી કાઢી હતી. આ અરજીમાં કોર્ટના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો, જેના હેથળ કોર્ટ તેમના વિરૂદ્ધ પેશી વોરન્ટ જાહેર કર્યું હતું. 

ચિદંબરમની અરજીને નકારી કાઢતાં કોર્ટે કહ્યું હતું કે 'કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા પેશી વોરન્ટને રજૂ કરીને અથવા પરત લેવાની અરજીમાં કરવામાં આવેલી પ્રાર્થનાના બે કારણોથી પરવાનગી આપવામાં આવી ન શકે, પ્રથમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા પેશી વોરન્ટ કેસમાં કોર્ટના અધિકાર ક્ષેત્રમાં છે, જેમાં તે કસ્ટડીમાં છે અને બીજો અપરાધ પ્રક્રિયા સંહિતા હેઠળ આપરાધિક ક્ષેત્રાધિકારવાળા ન્યાયાલયો દ્વારા મંજૂર કોઇપણ આદેશને પરત લેવાની શક્તિ નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news