નવી દિલ્હીઃ પાડોસી દેશ નેપાળે ભારતીય મુદ્રાના ચલણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે વર્ષ પહેલા  ભારત સરકારે દેશમાં નોટબંધી કરી હતી અને હવે નેપાળે 100 રૂપિયાથી વધુના મૂલ્યની ભારતીય નોટો પર  પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળની કેબિનેટે તત્કાલ પ્રભાવથી આ આદેશને લાગૂ કરવાનો આદેશ આપ્યો  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળી અખબાર કાઠમાંડૂ પોસ્ટ પ્રમાણે, સરકારે લોકોને અપીલ કરી છે કે, તે હવે 100 રૂપિયાથી વધુની નોટ  એટલે કે, 200, 500 અને 2000ની નોટ ના રાખે. એટલે કે હવે નેપાળમાં 100 રૂપિયા સુધીની ભારતીય નોટ  માન્ય રહેશે. 


તમને જણાવી દઈએ કે, ભારતમાં જ્યારે નોટબંધી થઈ હતી, ત્યારે નેપાળમાં મોટી માત્રામાં 500 અને  2000ની જૂની નોટ હતી. જેના કારણે તે નોટ ત્યાં અટલી ગઈ હતી. આ સમસ્યાને જોતા નેપાળમાં હવે આ  નોટોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


આ એરલાઇનમાં ફ્લાઇટ ટિકિટ કરો બુક, હોટલ રૂમના બુકિંગ પર મળશે 60% ડિસ્કાઉન્ટ


ઉલ્લેખનીય છે કે, ભારતીય મુદ્રા નેપાળમાં સરળતાથી ચાલતી હતી. નેપાળની ઘણી બેન્કોમાં કરોડો  રૂપિયાની જૂની નોટ ફસાયેલી હતી, જે પરત ન થઈ શકી. મહત્વનું છે કે, 8 નવેમ્બર 2016ના ભારત  સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, જેમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ લગાવી  દીધો હતો.