Nephro Care IPO: કોલકત્તાની કંપની હેલ્થકેર પ્રોવાઇડ નેફ્રો કેર ઈન્ડિયાનો આઈપીઓ આજે શુક્રવારે ઓપન થઈ ગયો છે. ઈન્વેસ્ટર આ આઈપીઓમાં 2 જુલાઈ સુધી પૈસા લગાવી શકે છે. તેની પ્રાઇઝ બેન્ડ  ₹85-90 રૂપિયા પ્રતિ શેર છે. એચડીએફસીના પૂર્વ અધ્યક્ષ દીપક પારેખનું આ કંપનીમાં મોટુ રોકાણ છે. કંપનીનો ઈરાદો આઈપીઓ દ્વારા લગભગ 41.26 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. ઈશ્યૂનો લોટ સાઈઝ 1600 ઈક્વિટી શેરનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચાલી રહ્યો છે GMP
Investorgain.com અનુસાર નેફ્રો કેર ઈન્ડિયા આઈપીઓ ગ્રે માર્કેટમાં 100 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે આ શેર 190 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 112% સુધીનો નફો થઈ શકે છે. 


શું છે ડિટેલ
કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઈશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસેઝ રજીસ્ટ્રાર છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સે તાજેતરના મહિનામાં સફળ એસએમઈ આઈપીઓની એક ચેન પૂરી કરી છે, જેમાં જીપી ઇકો સોલ્યૂશન્સ ઈન્ડિયા, ટ્રસ્ટ ફિનટેક, ક્રિએટિવ ગ્રાફિક્સ, એલ્પેક્સ સોલર, રોકિંગડીલ્સ, એક્સસેન્ટ, માઇક્રોસેલ, ઓરિયાના પાવર, ડ્રોનાચાર્જ, અન્નપૂર્ણા સ્વાદિષ્ટ, ફેન્ટમ ડિજિટલ એફએક્સ, ઓરિયાના પાવર સામેલ છે.


આ પણ વાંચોઃ ગોઠમડા ખાતું સોનું ચડવા લાગ્યું...ગોલ્ડ લેવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરજો, જુઓ રેટ


કંપનીનો કારોબાર
ડિસેમ્બર 2023માં નેફ્રો કેર ઈન્ડિયાએ પોતાનો પ્રી-આઈપીઓ ફંન્ડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો, તેમાં બેન્કિંગ દિગ્ગજ અને એચડીએફસી લિમિટેડના પૂર્વ ચેરમેન દીપક પારેખ, એચડીએફસી સિક્યોરિટીઝના ચેરમેન ભરત શાહ અને મેકલિયોડ્સ ફાર્માસ્યુટિકલ્સના સંસ્થાપક અને એમડી રાજેન્દ્ર અગ્રવાલ સહિત અન્ય લોકોની ઉલ્લેખનીય ભાગીદારી હતી. નેફ્રો કેર ઈન્ડિયા લિમિટેડની સહાયક કંપની આગામી હોસ્પિટલમાં ઇનપેન્શેન્ટ દેખભાળ માટે 100 બેડની સુવિધા છે, જેમાં આઈસીયૂ, એચડીયૂ, આરટીયૂ અને એનઆઈસીયૂ સુવિધાઓથી સજ્જ 30 બેડવાળું ક્રિટિકલ કેર યુનિટ સામેલ છે.