₹16 ના IPO પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, બીજા દિવસે 54 ગણું સબ્સક્રિપ્શન, સોમવારે છેલ્લી તક
શેર બજારમાં એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છે. 1 ડિસેમ્બરે ઓપન થયેલા નેટ એવેન્યૂ ટેક્નોલોજીસના આઈપીઓ પર ઈન્વેસ્ટરો જોરદાર દાવ લગાવી રહ્યાં છે. ગ્રે માર્કેટમાં પણ કંપની ધૂમ મચાવી રહી છે.
નવી દિલ્હીઃ નેટ એવેન્યૂ ટેક્નોલોજીસ આઈપીઓ (Net Avenue Technologies IPO) પર દાવ લગાવનારા ઈન્વેસ્ટરો માટે ગ્રે માર્કેટમાં સારા સમાચાર છે. કંપનીનો આઈપીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઈન્વેસ્ટરો તરફથી પણ આ આઈપીઓને સારો રિસ્પોન્સ મળ્યો છે. બીજા દિવસે 54 ગણાથી વધુ સબ્સક્રાઇબ કરી ચૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 16 રૂપિયાથી 18 રૂપિયા પ્રતિ શેર છે.
1 ડિસેમ્બરે ઓપન થયો હતો આઈપીઓ
નેટ એવેન્યૂ ટેક્નોલોજીઝ આઈપીઓ 1 ડિસેમ્બરે ઓપન થયો હતો. ઈન્વેસ્ટરો પાસે 4 ડિસેમ્બર એટલે કે સોમવાર સુધી તેના પર દાવ લગાવવાની તક છે. પ્રથમ દિવસે એસએમઈ આઈપીઓ 14 ગણો સબ્સક્રાઇબ થયો હતો. પરંતુ બીજા દિવસે સબ્સક્રિપ્શન 54 ગણું ક્રોસ કરી ગયું છે. નોંધનીય છે કે 2 ડિસેમ્બરે રિટેલ સેક્શનમાં 89.41 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું.
આ પણ વાંચોઃ Jio યૂઝર્સને મોજ, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યું છે જોરદાર કેશબેક
8000 શેરનો એક લોટ
કંપનીએ આઈપીઓ માટે 8000 શેરનો એક લોટ બનાવ્યો હતો. જેના કારણે ઈન્વેસ્ટરોએ એક લોટ માટે 1,44,000 રૂપિયાનો દાવ લગાવવો પડી રહ્યો છે. રિટેલ સેક્શનમાં કોઈ ઈન્વેસ્ટર વધુમાં વધુ એક લોટ પર દાવ લગાવી શકે છે. નોંધનીય છે કે નેટ એવેન્યૂ ટેક્નોલોજીસ આઈપીઓએ એન્કર ઈન્વેસ્ટરો દ્વારા 2.91 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે.
ગ્રે માર્કેટમાં કંપનીની ધૂમ
ટોસ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ 7 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જેના કારણે બજારમાં કંપનીનું લિસ્ટિંગ 38 ટકાના પ્રીમિયમ પર સંભવ છે.
આ આઈપીઓની સાઇઝ 10.25 કરોડ રૂપિયાની છે. જેમાં 56.96 લાખ શેર ફ્રેશ ઈશ્યૂ દ્વારા જારી કરવામાં આવશે. દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને 7 ડિસેમ્બરે ખબર પડશે કે તેને શેર એલોટ થયા છે કે નહીં. નોંધનીય છે કે એનએસઈમાં કંપનીનું લિસ્ટિંગ 12 ડિસેમ્બરે સંભવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube