અમદાવાદમાં આંબેડરકર બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત: જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું વહેલી સવારે કરૂણ મોત
Ahmdabad Accident: અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદના આંબેડરકર બ્રિજ પર મોડી રાતે Brts બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું કરૂણ મોત થયું છે.
Trending Photos
Ahmdabad Accident: અમદાવાદમાં ગામડાઓ ભેળવીને શહેરની હદ વધારાઇ રહી છે. શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો નોંધાયેલા છે. સાંકડા રોડ, રોડ પર દબાણો, ખોટી ડિઝાઇનવાળા વળાંકો, તૂટેલા રોડ, ટ્રાફિક નિયમનમાં બેદરકારી સહિતના કારણોસર વાહન અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. ટ્રાફિક સેન્સ, ટ્રાફિક નિયમનના ભારે અભાવ વચ્ચે શહેરમાં રોજ વાહન અકસ્માત થયા કરતા હોય છે. જેમાં લોકોના જીવ જઇ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદના આંબેડરકર બ્રિજ પર મોડી રાતે Brts બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું કરૂણ મોત થયું છે.
યાંત્રિક ખામીના કારણે BRTS બસ ખોટકાઈ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં ટ્રાફિકથી ધસમસતા આંબેડરકર બ્રિજ પર મોડી રાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બ્રિજ પર ઉભેલી BRTS બસની નીચે મોપેડ ચાલક યુવક ઘુસી જતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. પ્રાથમિત માહિતી અનુસાર આંબેડરકર બ્રિજ પર યાંત્રિક ખામીના કારણે BRTS બસ ખોટકાઈ ગઈ હતી અને બ્રિજ પર ઉભી હતી. તે સમયગાળા દરમિયાન એક મોપેડ ચાલક યુવક પાછળથી સ્લીપ ખાઈ જતા બસની પાછળ તરફ અથડાયો ધડાકાભેર અથડાયો હતો. એટલું જ નહીં, અકસ્માતમાં યુવક મોપેડ સાથે ઘસડાતા મોપેડ બસની નીચે ઘુસી ગયું હતું.
વહેલી સવારે યુવકનું મોત
આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા પહોંચતા તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું વહેલી સવારે મોત નિપજ્યું હતું. તમને જણાવી દઈએ કે આ અકસ્માત મોડી સાંજે થયો હતો. ત્યારબાદ વહેલી સવારે પોલીસે બસને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના સંદર્ભે N ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે