Finance Ministry Tax Collection:જો તમે પણ ઇનકમ ટેક્સ ભરો છો તો આ સમાચારની અપડેટ તમારી પાસે હોવી જરૂરી છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં ટેક્સપેયર્સે સરકારી તિજોરી પર મહેરબાન થયા છે. આ સમયગાળા દરમિયાન નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax collections) એક વર્ષ અગાઉની સરખામણીમાં 17.63 ટકા વધીને રૂ. 16.61 લાખ કરોડ થયું છે. આ ટેક્સ કલેક્શન સુધારેલા બજેટ અંદાજ કરતાં વધુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ અનુમાન 14.20 લાખ રૂપિયા હતું
નાણા મંત્રાલય તરફથી  2022-23 માટે ટેક્સ કલેક્શનના આંકડાઓ જાહેર કરતા, એવું કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ હતું. આ ટેક્સ કલેક્શન નાણાકીય વર્ષ 2021-22માં 16.36 લાખ કરોડ રૂપિયા કરતાં 20.33 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રત્યક્ષ કર વસૂલાતનો અંદાજપત્ર રૂ. 14.20 લાખ કરોડ હતો, જે પાછળથી સુધારીને રૂ. 16.50 લાખ કરોડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સોનાએ આપ્યું બમ્પર વળતર! GOLDનો ભાવ 68000એ પહોંચશે, આ છે મોટા કારણો
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ


ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો
નેટ ટેક્સ કલેક્શન શરૂઆતીબજેટ અંદાજ કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ હતું. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે 14.12 લાખ કરોડ રૂપિયા હતો. નાણા મંત્રાલયે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીમાં 16.91 ટકા વધીને રૂ. 10.04 લાખ કરોડ થયું છે.

આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો
આ પણ વાંચો: Jaya Prada એ શૂટિંગ દરમિયાન આ અભિનેતાને સટાક દઇને ફટકાર્યો હતો તમાચો, જાણો કેમ
આ પણ વાંચો: જયા પ્રદાએ ધમેન્દ્રને લઇને કર્યા મોટા ખુલાસા, સેટ પર અભિનેત્રી સાથે કરતા હતા ફ્લર્ટ


વ્યક્તિગત આવકવેરામાં વધારો
ગ્રોસ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 9.60 લાખ કરોડ હતું. આ રીતે, નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.73 લાખ કરોડની સરખામણીમાં 24.23 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,07,352 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉના રૂ. 2,23,658 કરોડ કરતાં 37.42 ટકા વધુ છે.


(Input : PTI)

આ પણ વાંચો: Sexual Diseases: કોઇપણ લક્ષણો વિના થઇ શકે છે આ 5 યૌન રોગ, શું તમે જાણો છો?
આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube