ટૂંક સમયમાં સળંગ પાંચ દિવસ માટે બેંકો રહી શકે છે બંધ, તારીખો જાણવા કરો ક્લિક
બેંક કર્મચારીઓની સેલરીને અંતિમ વખત 2012માં રિવાઇઝ કરવામાં આવી હતી. વર્ષ 2017થી અત્યાર સુધી એને રિવાઇઝ કરવામાં આવી નથી.
નવી દિલ્હી : જો તમારે નિયમિત રીતે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર હોય તો એક ખાસ સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે બેંકના કર્મચારીઓ માર્ચ મહીનામાં ફરી એક વખત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. જો બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો માર્ચ મહીનાના બીજા સપ્તાહમાં પાંચ દિવસ માટે બેંકો સળંગ બંધ રહેશે. નોંધનીય છે કે બજેટના દિવસે અને તેના આગળના દિવસે 31મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના દિવસે હડતાલના કારણે બેંકો બંધ હતી. જોકે બેંક કર્મચારીઓની માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ માર્ચ મહીનામાં ફરી એક વખત હડતાલ પર ઉતરે તેવી શક્યતા છે. આ સંજોગોમાં સામાન્ય માણસને કેશની કમથી લઇને બેંકિંગ સેવાઓને લઇને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જારી કરશે એક રૂપિયાની નવી નોટ
બેંક એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઈએફઆઈ) અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોશિએશને (એઆઈબીઈએ) જણાવ્યું છે કે જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો 11થી 13મી માર્ચ દરમિયાન તમામ સરકારી બેંકોના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. સરકાર બેંક કર્મચારીઓની માગણી છે કે દર 5 વર્ષ બાદ એમના વેતનને રિવાઇઝ કરે. આ સહમતિ યુનિયન લીડર્સ અને બેંક પ્રબંધનથી ઘણી બેઠકો બાદ બની છે. બેંક કર્મચારીઓની સેલરીને અંતિમ વખત 2012માં રિવાઇઝ કરવામાં આવી હતી. વર્ષ 2017થી અત્યાર સુધી એને રિવાઇઝ કરવામાં આવી નથી. બેંક યૂનિયનો દર બીજા શનિવારની રજાના પણ વિરોધમાં છે. જો કે ઇન્ડિયન બેંક એસોસિએશને 5 દિવસના કાર્ય સપ્તાહના પ્રસ્તાવને ફગાવી દીધો છે. એમનું કહેવું છે કે ભારતમાં પહેલાથી જ પબ્લિક રજાઓ વધારે છે. એવામાં દર શનિવાર અને રવિવારે બેંકની રજાઓથી સામાન્ય લોકોને પરેશાની થઇ શકે છે.
Tatkal Ticket બૂક કરાવવા ગાંઠ વાળીને યાદ રાખો આ વાત, ફટાફટ થઈ જશે બૂક
બીઈએફઆઈ અને એઆઈબીઈએ દ્વારા 11થી 13 માર્ચ દરમિયાન હડતાલની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત 14મી માર્ચે બીજો શનિવાર છે અને 15મી માર્ચના રોજ રવિવાર એટલે બેંક સળંગ પાંચ દિવસો માટે બંધ રહેશે. આ પહેલા 8 જાન્યુઆરીએ સરકારની નીતિઓને લઇને યુનિયનોએ ભારત બંધની જાહેરાત કરી છે. બેંકો યુનિયને એવું પણ એલાન કર્યું છે કે જો સરકાર એની માંગણી માનશે નહીં તો 1 એપ્રિલથી એ અનિશ્ચિતકાલીન હડતાળ પર જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક