Tatkal Ticket બૂક કરાવવા ગાંઠ વાળીને યાદ રાખો આ વાત, ફટાફટ થઈ જશે બૂક

Indian Railwaysએ મુસાફરોની સુવિધા માટે અનેક પ્રકારના પગલા ભર્યા છે. ગત એક દાયકામાં ટ્રેનોમાં સીટથી લઈને સફાઈ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુધારા પણ કર્યાં છે. ઓનલાઈન ટિકીટ બુકિંગ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી છે. નકલી એજન્ટ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. મુસાફરોને ટિકીટ લેવામાં કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે, તેથી આ નિયમોમાં બદલાવ કરાયો છે.
Tatkal Ticket બૂક કરાવવા ગાંઠ વાળીને યાદ રાખો આ વાત, ફટાફટ થઈ જશે બૂક

ઝી મીડિયા/બ્યૂરો :Indian Railwaysએ મુસાફરોની સુવિધા માટે અનેક પ્રકારના પગલા ભર્યા છે. ગત એક દાયકામાં ટ્રેનોમાં સીટથી લઈને સફાઈ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુધારા પણ કર્યાં છે. ઓનલાઈન ટિકીટ બુકિંગ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી છે. નકલી એજન્ટ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. મુસાફરોને ટિકીટ લેવામાં કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે, તેથી આ નિયમોમાં બદલાવ કરાયો છે.

રેલવેએ ટિકીટ બુકિંગ માટે અલગ અલગ વિન્ડોને ધ્યાનમાં રાખીને કેટેગરીનો સમય પણ નક્કી કરી લીધો છે. જનરલ ટિકીટ બુકિંગ માટે IRCTCની વેબસાઈટથી સવારે 8 વાગ્યાથી બુકિંગ કરી શકાય છે. તો તત્કાલ ટિકીટ માટે સવારે 10 વાગ્યાથી વિન્ડો શરૂ થાય છે. જો તમે પણ ઓનલાઈન ટિકીટ બુકિંગ કરવાનું વિચારી રહ્યા છો તો આ નિયમોને જરૂરી જાણી લો.

ડ્રગ્સના કાળા કારોબારની દુનિયામાં મોટુ નામ ગણાતો મુનાફ હાલારી ગુજરાત ATSના હાથે પકડાયો

તત્કાલ ટિકીટનો શું છે નિયમ
IRCTCની વેબસાઈટ સવારે 8 વાગ્યે ખૂલે છે. પરંતુ તે માત્ર સામાન્ય ટિકીટ બુકિંગ માટે હોય છે. તો તત્કાલ માટે અલગ સમય હોય છે. જોકે, તેમાં AC અને નોન AC ટિકીટ બુકિંગનો સમય અલગ છે. તત્કાલમાં AC ક્લાસ માટે ટિકીટ બૂક કરાવવા 10 વાગ્યાથી બુકિંગ શરૂ થાય છે. તો નોન AC ટિકીટ બુકિંગ તેના અડધા કલાક પછી એટલે કે 11 વાગ્યાથી શરૂ થાય છે. બુકિંગ શરૂ થવાના અડધા કલાક સુધી અધિકૃત એજન્ટ તત્કાલ ટિકીટ બૂક કરાવી શકતા નથી. 

એક યુઝર બે તત્કાલ ટિકીટ બૂક કરાવી શકે છે
એક યૂઝર આઈડીથી દિવસમાં માત્ર 2 તત્કાલ ટિકીટ બૂક કરાવી શકાય છે. તો એક આઈપી એડ્રેસથી પણ વધુમાં વધુ 2 તત્કાલ ટિકીટ બૂક કરાવી શકાય છે. એક યૂઝર લોગિનથી સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે માત્ર એક બુકિંગ કરી શકાય છે. જેમાં આવવા-જવા બંનેની ટિકીટ સામેલ હોય છે. જો બીજીવાર ટિકીટ બુક કરાવવી પડે છે તો તેના માટે લોગ આઉટ કરીને બીજીવાર લોગિન કરવું પડે છે. એક યૂઝર આઈડીથી એક મહિનામાં મોટાભાગે 6 ટિકીટ અને આધારથી લિંગ થવા પર 12 ટિકીટ બૂક કરી શકાય છે. 

શું છે રિફંડના નિયમ
નિયમો અનુસાર, કેટલીક શરતોની સાથે તત્કાલ ટિકીટ પર 100 ટકા રિફંડની સુવિધા પણ મળે છે. ટ્રેન ડિપાર્ચરના 5 કલાક મોડી થવા, રુટ બદલવા, બોર્ડિંગ સ્ટેશનથી ટ્રેન ન જવા અને કોચ ડેમેજ થવા કે બૂક ટિકીટવાળી કેટેગરીમાં યાત્રાની સુવિધા ન મળવા પર 100 ટકા રિફંડ મળે છે. IRCTCએ રજિસ્ટ્રેશન, લોગ ઈન અને બુકિંગ પેજ પર કૈપ્ચા કોડની વ્યવસ્થા કરી છે. ઓટોમેશન સોફ્ટવેરના માધ્યમથી ટિકીટ બુકિંગ પર પ્રતિબંધ લગાવવાના હેતુથી કેપ્ચા કોડની વ્યવસ્થા કરવામા આવી છે. સાથે જ પેમેન્ટ ઓપ્શન્સ માટે OTPની પણ સુવિધા છે. 

બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...

કેટલાક દિવસ પહેલા થઈ શકશે રિઝર્વેશન
લાંબી સમયની મોટાભાગની ટ્રેનો માટે 120 દિવસ પહેલાથી બુકિંગ શરૂ થઈ જાય છે. મુસાફરીના દિવસોને 120 દિવસમાં સામેલ કરવામાં આવતા નથી. 120 દિવસની ગણતરી કરવા માટે IRCTCની ટિકીટ બુકિંગ વેબસાઈટ પર અપાયેલ કેલક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો. દિવસમાં ચાલનારી અને ઓછા અંતરની ટ્રેનોના બુકિંગનો સમય 30 દિવસ અને 15 દિવસ હોય છે. વિદેશ નાગરિક યાત્રાથી 360 દિવસ પહેલા ટિકીટ બુકિંગ કરાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news