નવી દિલ્હી : રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ Jioમાટે અનેક જાહેરાતો કરી છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે Jio હવે Gbpsની સ્પીડમાં ઈન્ટરનેટ પૂરું પાડશે. તેમણે Jio ફોન 2ની પણ જાહેરાત કરી છે, જે માત્ર રુ. 2999માં બજારમાં મૂકાશે અને તેનું વેચાણ 15 ઓગસ્ટથી શરુ થશે. કંપનીએ ફાઇબર કનેક્ટિવિટીમાં 2.5 લાખ કરોડ રૂ.નું રોકાણ કર્યું છે. 'JioGigaviber' નામથી ફાઇબર બ્રોડબેન્ડ સેવા લોન્ચ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JioPhone-2 મામલે કરાયેલી જાહેરાત


  • 5 ઓગસ્ટથી જિયોફોન-2 મળશે, કિંમત હશે 2,999 રૂ. 

  • જિયો ફોનથી ઘરના ઉપકરણ પણ ચલાવી શકાશે

  • ઘરના કેમેરાથી પણ જિયો ફોન 2 ચલાવી શકાશે

  • આ ત્રણેય એપ વોઇસ કમાન્ડથી ખોલી શકાશે

  • આ નવા ફોનમાં ફેસબુક, વોટ્સએપ અને યુટ્યૂબ મળશે

  • આ ફોનમાં એફએમ, વાઇફાઇ, જીપીએસની સુવિધા મળશે

  • ફોનમાં 512 એમબીની રેમ હશે તેમજ ઇન્ટરનલ મેમરી 4 જીબી હશે

  • ફોનમાં ડ્યુઅલ સીમની સુવિધા હશે, લાઉડ મેનો સ્પીકર હશે

  • આની બેટરી 2000 એમએએચની હશે


JioGigaFiber સર્વિસ લોન્ચ 


  • જિયોની ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસનું નામ હશે JioGigaFiber

  • Jio GIGA TV થયું લોન્ચ, રાઉટરનું એલાન

  • વોઇસ કમાન્ડથી બદલી શકાશે ટીવી ચેનલ

  • GIGA ફાઇબર સેવા દેશમાં 1001 શહેરોમાં એકસાથે શરૂ થશે

  • 15 ઓગસ્ટથી જિયો ગીગા ફાઇબરનું રજિસ્ટ્રેશન શરૂ

  • જિયો ગીગા TVમાં વોઇસ કમાન્ડનું ફિચર ઉપલબ્ધ 

  • Jio GIGA TVમાં થશે વર્ચુઅલ રિયલિટી

  • ઘરની સુરક્ષા માટે Jio કેમેરા અને સુરક્ષા ઉપકરણ મળશે

  • બુકિંગની કલાકમાં ઘરમાં લાગશે JIO GIGA


RILની 41મી AGMમાં JioGiga TV સેટ પર લોન્ચ કરવામાં આ્વ્યો છે. TVમાં વોઇસ કમાન્ડ ફિચર પણ ઉપલબ્ધ છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતમાં હવે ટીવી જોવાની સ્ટાઇલ બદલાઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે જિયો બ્રોડબેન્ડ મારફતે દેશમાં સૌથી સસ્તા દરે બ્રોડબેન્ડની સુવિધા આપવામાં આવશે. 


મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે દેશના 1100 શહેરોમાં જિયો બ્રોડબેન્ડની સુવિધા શરૂ થશે. આ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરૂ થશે. જે શહેરમાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થશે ત્યાં આ સુવિધા સૌથી પહેલાં શરૂ કરવામાં આવશે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...