Railwayની નવી સુવિધા, AC કોચના પ્રવાસીઓ વાંચીને થઈ જશે ખુશખુશાલ
રેલવે પોતાના પ્રવાસીઓની સુવિધા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે
નવી દિલ્હી : જો તમે વારંવાર એસી કોચમાં મુસાફરી કરતા હો તો રેલવે તરફથી આપવામાં આવનાર આ સુવિધા તમને ખુશ કરી દેશે. હકીકતમાં રેલવે તરફથી પ્રવાસીઓની સુવિધા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે. હકીકતમાં 2017માં આવેલા કેગ રિપોર્ટમાં રેલવેની અનેક ખામી દર્શાવવામાં આવી હતી. આ રિપોર્ટમાં ભોજનની ખરાબ ક્વોલિટીની સાથેસાથે કામળા પણ ગંદા હોવાની વાત કહેવામાં આવી હતી જેના કારણે પ્રવાસ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્તો હતો.
'બેરોજગારો' માટે EPFOએ જાહેર કરી મોટી યોજના ! શ્રમ મંત્રીએ કર્યું એલાન
કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક કામળા તો 6 મહિનાથી ધોવાયા નહોતા. હવે રેલવેએ આવી સમસ્યાથી બચવા માટે મોટું પગલું લીધું છે. હવે નવી સુવિધા અંતર્ગત એસી કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના કામળાં મહિનામાં બે વાર ધોવામાં આવશે. રેલવે તરફથી હવે ટ્રેનમાં વોશેબલ કામળાં આપવામાં આવશે. આ કામળાંને સહેલાઈથી ધોઈ શકાય છે.
હાલમાં ટ્રેનોંમાં મળતા કામળાંને બે મહિનામાં એક વાર ધોવાનો નિયમ છે. હવે ટ્રેનમાં પ્રવાસીઓને બહુ જુના કામળાં પણ નહીં આપવામાં આવે. ગંદા કામળાંની ફરિયાદથી પરેશાન થઈને રેલવે ધીમેધીમે તમામ જુના કામળાં બદલાવી રહ્યં છે. રેલવે બોર્ડ તરફથી કરાયેલા એક આદેશમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે હવે એસી ડબ્બામાં ઉનના કામળાંની જગ્યાએ સારી ગુણવત્તાવાળા નાયલોનના કામળાં આપવામાં આવે. આ નિર્દેશ પ્રમાણે કામળાં સ્વચ્છ તથા ગ્રીસ, સાબુ કે બીજી કોઈ વસ્તુવાળા ન હોવા જોઈએ જેથી કડક રહી શકે. હાલમાં જે કામળાં વાપરવામાં આવે છે એનું વજન 2.2 કિલોગ્રામ છે અને એનો વપરાશ ચાર વર્ષ સુધી કરવામાં આવે છે.