New Wage Code : જો તમે પણ નોકરીયાત છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જી હા, તાજેતરમાં જ દેશમાં ટૂંક સમયમાં ચાર લેબ કોડની યોજના લાગૂ થવાની છે. ત્યારબાદ તમને દર અઠવાડિયે ત્રણ વિક ઓફ મળવાનું શરૂ થઇ જશે. કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 90 ટકા રાજ્યોને લેબર કોડના નિયમોના ડ્રાફને તૈયાર કરી લીધો છે અને તેમને જલદી જ લાગૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાઇ જશે સેલરીથી માંડીને ઓફિસ ટાઇમિંગ સુધી
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ વિશે જાણકારી આપી. યાદવે આશા વ્યક્ત કરી છે કે ચાર લેબર કોડને જલદી જ લાગૂ કરવામાં આવશે. નવો વેજ કોડ લાગૂ થયા બાદ સેલરી, ઓફિસ ટાઇમિંગથી માંડીને પીએફ રિટાયરમેન્ટ સુધીના નિયમોમાં ફેરફાર થઇ જશે. તેમણે કહ્યું કે નવો કાયદો શ્રમ ક્ષેત્રમાં કામ કરવાની બદલાતી રીતે અને ન્યૂનતમ વેતનની આવશ્યકતાઓને સમાયોજિત કરવા માટે છે. 

WhatsApp લાવી રહ્યું છે ધમાકેદાર ઓફર! Payment કરવા પર મળશે આટલું કેશબેક, જાણોને ઝૂમી ઉઠશો


અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ કામગાર 
કેન્દ્ર સરકાર તરફથી શ્રમ કાનૂનની ચારેય કોડ માટે નવા નિયમોનો ડ્રાફ પહેલાં જાહેર કરી ચૂક્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર દેશમાં સમગ્ર કાર્યબળને સામાજિક સુરક્ષા પુરી પાડવા માટે કામ કરી રહી છે. એટલા માટે ઇ-શ્રમ પોર્ટલ અથવા અસંગઠિત શ્રમિકોનો રાષ્ટ્રીય ડેટાબેસ બનાવવામાં આવી રહ્યો છે. સરકારના અનુમાન અનુસાર દેશમાં અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ કામગાર છે. 


વર્કિંગ ઓવર
નવા વેજ કોડમાં કામકાજ (Working Hour) કામના કલાકોને વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે. તેને અઠવાડિયા મુજબ 4-3 ના રેશિયામાં વહેચવામાં આવ્યો છે.  એટલે કે 4 દિવસ ઓફિસ, 3 દિવસ વીક ઓફ. કર્મચારીઓને 5 કલાક બાદ 30 મિનિટનો બ્રેક આપવાનો પ્રસ્તાવ છે.  

આધુનિક જમાનામાં અનોખી પરંપરા, ગુજરાતના આ ત્રણ ગામોમાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇ જાય છે


30 મિનિટ વધુ કામ કરવા અપ્ર ઓવરટાઇમ
ન્યૂ વેજ કોડમાં 15 થી 30 મિનિટ વધારે કામને 30 મિનિટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. હાલના નિયમમાં 30 મિનિટથી વધુને ઓવરટાઇમ ગણવામાં આવતો નથી. 


બદલાઇ જશે સેલરી સ્ટ્રક્ચર
નવા વેજ કોડ એક્ટ (Wage Code Act) અનુસાર કોઇપણ કર્મચારીની બેસિક સેલરી કંપનીની કોસ્ટ (Cost To Company-CTC) ના 50 ટકાથી ઓછી ન હોઇ શકે. વેજ કોડ લાગૂ થયા બાદ કર્મચારીઓને ટેક હોમ સેલરી (Take Home Salary)  ઘટી જશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube