નવી દિલ્લીઃ સપ્તાહમાં ત્રણ દિવસ રજાની માગ કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે હવે તેમની માગને લઈ સરકાર ગંભીર રીતે વિચાર કરી રહી છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી નવા શ્રમ અને કાનૂન લાગૂ કરી શકે છે. જેમાં સપ્તાહમાં 3 દિવસ રજાની પણ વાત કરવામાં આવી છે. એનો મતલબ કે, સપ્તાહમાં હવે 4 દિવસ જ કામ કરવું પડશે. પરંતુ આ સ્થિતિમાં તમારો ઓફિસ સમય પણ વધી જશે. આ સાથે જ નવો કાયદો લાગૂ થતાં જ તમારા પીએફથી લઈને હેન્ડ સેલેરી સુધીના અનેક બદલાવ આવવાની પણ સંભાવના છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, નવા શ્રમ કાનૂનથી કયા નવા બદલાવ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્તાહમાં 3 દિવસ રજા-
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય મુજબ કર્મચારીઓને 9 ની જગ્યાએ 12 કલાકની શિફ્ટ કરવી પડી શકે છે. જેમાં દર પાંચ કલાકે અડધી કલાકનો બ્રેક મળશે. આ સાથે સપ્તાહમાં 48 કલાક કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ રોજના 8 કલાક કામ કરે છે તો તેને સપ્તાહમાં 6 દિવસ કામ કરવું પડશે. દિવસમાં 12 કલાક કામ કરનાર વ્યક્તિને સપ્તાહમાં 3 દિવસ રજા મળશે. 


વધશે પીએફ, ઘટશે ઓન હેન્ડ સેલેરી-
નવા કાયદા મુજબ, સેકેરી સ્ટ્રક્ચરમાં પણ બદલાવ આવશે. આ કાયદા અનુસાર કર્મચારીઓની બેઝિક સેલેરી 50 ટકાથી વધુ હોવી જોઈએ. જો આવું થયું તો, પ્રાઈવેટ ફંડ વધી જશે અને ઓન હેન્ડ સેલેરી ઘટી જશે. 


તમામ કર્મીઓને મળશે મિનિમમ સેલેરી-
નવા શ્રમ કાદયા અનુસાર, દેશભરમાં કર્મચારીઓને હવે મિનિમમ સેલેરી આપવી પડશે. જેને ખાસ કરીને પ્રવાસી મજૂરોને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો છે. જેનાથી કર્મીઓને સોશિયલ સિક્યોરિટી મળશે. દેશભરમાં ઓગ્રોનાઈઝ્ડ અને અનઓગ્રોનાઈઝ્ડ સેક્ટરના કર્મચારીઓને ઈમ્પલોયજ સ્ટેટ ઈનશ્યોરન્સ કવર પણ મળશે. સાથે જ નવા કાનૂનમાં મહિલાઓને નાઈટ શિફ્ટ કરવાની પણ અનુમતિ મળશે. 


ભવિષ્યમાં આ ફાયદો-
હંમેશા લોકોને પોતાની રિયાયરમેન્ટની ચિંતા સતાવતી રહે છે. હવે આ નવા કાનૂનના કારણે પીએફ વધશે. નિયમો અનુસાર, નિયોક્તાને પણ કર્મચારીના બરાબર પૈસા જમા કરવાના હોય છે. એવામાં પીએફ બેલેન્સ વધી જશે. એક તરફ કર્મચારીઓને સીધો ફાયદો થશે. જ્યાં બીજી તરફ કંપનીઓ પર બોજ વધી જશે.