નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પ્રમુખ મુકેશ અંબાણીએ કંપનીની એજીએમ દરમિયાન એવી વાત કહી જે સાંભળીને દુનિયાની મોટીમોટી કંપનીઓની સાથેસાથે ભારતની કંપનીના પણ હોંશ ઉડી ગયા છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપનીનો આગામી દાવ ઓનલાઇન માર્કેટપ્લેસમાં જગ્યા બનાવવાનો છે. મુકેશ અંબાણીએ કહ્યું કે RIL ઓનલાઇન અને રિટેલ બંને સાથે મળીને એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ અંબાણીની આ જાહેરાત પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતની ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપકાર્ટ પર કબજો જમાવનાર વોલમાર્ટ તેમજ અમેઝોનને ભારતમાં સર્વિસનું વિસ્તરણ કરવા માટે હવે જોરદાર પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે. મુકેશ અંબાણીએ કંપનીની આ યોજના વિશે શેરધારકોને પણ જાણકારી આપી છે. આ પ્લેટફોર્મ બનાવવા માટે ગ્રૂપની રિલાયન્સ રિટેલ લિ. તેમજ રિલાયન્સ જિયો ઇ્ન્ફોકોમ લિ. પણ શામેલ હશે. 


RILની યોજના હાઇબ્રિડ ઓનલાઇન-ટૂ-ઓફલાઇન રિટેલ શરૂ કરવાની છે. આ પ્લેટફોર્મને ગ્રૂપની ટેલિકોમ સર્વિસ તેમજ 7,500 રિટેલ સ્ટોર્સ સાથે મળીને શરૂ કરવામાં આવશે. કંપની સાથે સંકળાયેલી માહિતી પ્રમાણે આ એક હાર્ડવેર અને સોફ્ટવેરનું મિલન છે જેના કારણે ખરીદી વધારે સરળતાથી કરી શકાશે. 


બિઝનેસના લગતા સમાચાર જાણવા કરો ક્લિક...