નવી દિલ્હી : જો તમે એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગનાઇઝેશન (EPFO)ના સભ્ય હો તો આ ખાસ સમાચાર તમારા માટે છે. ઇપીએફઓ તરફથી મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોઈ કર્મચારી એક મહિનાથી વધારે સમય માટે બેરોજગાર રહે તો આ પરિસ્થિતિમાં તે પોતાના ફંડની 75 ટકા રકમ કાઢી શકે છે. આવું કર્યા પછી પણ તેનું પીએફ એકાઉન્ટ એક્ટિવ રહેશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવાર તરફથી એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગનાઇઝેશનના ટ્રસ્ટીઓ સાથેની બેઠક પછી આ જાણકારી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ સમાચાર : અમદાવાદમાં ખેંચાયો વરસાદ, હવે પડશે 'આટલા' સમય પછી


સંતોષ ગંગવારે જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત લેવાયેલા નિર્ણય પ્રમાણે જો કોઈ કર્મચારી એક મહિનાથી વધારે સમય માટે બેરોજગાર રહે તો આ પરિસ્થિતિમાં તે પોતાના ફંડની 75 ટકા રકમ કાઢી શકે છે. આવું કર્યા પછી પણ તેનું પીએફ એકાઉન્ટ એક્ટિવ રહેશે. જો વ્યક્તિ બે મહિના સુધી બેરોજગાર રહે તો આવી સ્થિતિમાં તે બાકીની 25 ટકા રકમ પણ કાઢીને પોતાનું એકાઉન્ટ બંધ કરાવી શકે છે. આ નવી યોજનાથી જે કર્મચારીની નોકરી કોઈ કારણોસર જતી રહે છે એને ફાયદો થઈ શકે છે. પહેલાં બેરોજગારીના એક મહિના પછી 60 ટકા રકમ કાઢી શકવાને મંજૂરી આપવાનો હતો પણ પછી પછી સીબીટીએ આ સીમા 75 ટકા કરી નાખી. 


હાલના સમયમાં કોઈપણ પીએફ ખાતાધારક બે મહિના સુધી બેરોજગાર રહ્યા પછી આ રકમ કાઢી શકે છે. શ્રમ મંત્રીએ વિશેષ માહિતી આપી છે કે ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં ઇપીએફઓનું રોકાણ 47,431.24 કરોડ રૂ. થઈ ગયું છે અને બહુ જલ્દી એ એક લાખ કરોડ રૂ. સુધી પહોંચી જશે. આ રોકાણ પર મળતું વળતર 16.07 ટકા છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...