ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા કાઢી શકશે SBI ગ્રાહક, આ છે પ્રોસેસ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવી સર્વિસ શરૂ કરી રહી છે.
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવી સર્વિસ શરૂ કરી રહી છે. ગ્રાહકોને ડેબિટ કાર્ડ ફ્રોડથી બચાવવા માટે બેંકે 10000 રૂપિયાથી વધારે રકમ કાઢવા માટે ઓટીપી ફરજિયાત કરી દીધો છે. હાલમાં જ એટીએમમાંથી પૈસા કાઢતી વખતે થતી છેતરપિંડીથી બચવા માટે એસબીઆઇ (SBI)એ યોનો સર્વિસ (Yono Service)ની શરૂઆત કરવાનાની જાહેરાત કરી છે.
બે દિવસ પછી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ રહી આજની કિંમત
આ સર્વિસમાં તમે સ્માર્ટફોનની યોનો એપ (Yono app)ની મદદથી એટીએમમાંથી પૈસા કાઢી શકો છો. આ માટે બેંક તરફથી તમને વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવે છે જે ત્રીસ મિનિટ સુધી વેલિડ હોય છે. આમ, દર વખતે પૈસા કાઢતી વખતે તમને નવો પાસવર્ડ મોકલવામાં આવશે. આ વ્યવસ્થા ધીરેધીરે તમામ બેંકોમાં લાગુ કરવામાં આવશે. SBIનું માનવું છે કે YONO વાપરવાથી કાર્ડ સ્મિકિંગ અને ક્લોનિંગથી છુટકારો મળશે. જોકે ઓટીપી માટે એક બેંક એટીએમ અપગ્રડે કરવામાં લગભગ અઢી લાખ રૂપિયાનો ખર્ચ થશે.
આવી રીતે ઉપાડી શકાશે પૈસા...
સૌથી પહેલાં એપમાં યોના કેશ (YONO Cash) કેટેગરીને સિલેક્ટ કરો
આમાં કેટલા પૈસા ઉપાડવા છે એ વિગત નાખો
હવે 6 ડિજિટના ટ્રાન્ઝેક્શન પીનને સિલેક્ટ કરો. એટીએમમાંથી પૈસા કાઢતી વખતે પીનની જરૂર પડશે
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ આવશે જેમાં ટ્રાન્ઝેક્શન નંબર હશે
નજીકના યોન કેશ પોઇન્ટ એટીએમ પર જાઓ અને યોનો કેશ સિલેક્ટ કરો
ટ્રાન્ઝેક્શન નંબર એન્ટર કરો
6 ડિજિટ પીન નંબર એન્ટર કરો એટલે કેશ મળી જશે.