નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ચારેય શ્રમ કાયદા (New Wage Code) લાગૂ કરવા જઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ સુધી તેના લાગૂ થવાની શક્યતા છે. આ કાયદા લાગૂ થતા જ ટેક હોમ સેલરી અને પીએફ સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જશે. સેલરી પહેલા કરતા ઓછી મળશે. મજૂરી, સામાજિકસુરક્ષા, ઈન્ડસ્ટ્રિયલ રિલેશન,  બિઝનેસ સિક્યુરિટી, સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિ પર ચારેય શ્રમ કાયદાને આગામી નાણાકીય વર્ષ સુધીમાં લાગૂ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 રાજ્યોએ તૈયાર કર્યો ડ્રાફ્ટ
એક સિનિયર અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે ઓછામાં ઓછા 13 રાજ્યોએ આ કાયદા અંગે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકારે આ કાયદા હેઠળના નિયમોને અંતિમ સ્વરૂપ આપી દીધુ છે અને હવે રાજ્યોએ પોતાની રીતે નિયમો તૈયાર કરવાના છે. કારણ કે શ્રમ સમવર્તી સૂચિ (Labour Concurrent List)નો વિષય છે. 


નવા કાયદાને એક સાથે લાગૂ કરી શકે છે તમામ રાજ્યો
તેમણે કહ્યું કે ચારેય શ્રમ કાયદાને આગામી નાણાકીય વર્ષ 2022-23 માં લાગૂ કરવાની શક્યતા છે. કારણ કે મોટી સંખ્યામાં રાજ્યોએ તેના ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપી દીધુ છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2021માં આ કાયદાના ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. શ્રમ એક સમવર્તી વિષય હોવાના કારણે કેન્દ્ર ઈચ્છે છે કે રાજ્યો પણ તેને એક સાથે લાગૂ કરે. 


મલાલા અને તેમના પતિનો Video થયો વાયરલ, પૂછ્યું- શું દાઢી હટાવવી જોઈએ?


કેન્દ્રીય શ્રમ મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્ય સભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે બિઝનેસ સિક્યુરિટી, સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિ પર શ્રમ કાયદાના ડ્રાફ્ટ નિયમોને ઓછામાં ઓછા 13 રાજ્યો તૈયાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મજૂરી પર શ્રમ કાયદાના ડ્રાફ્ટ નિયમોને તૈયાર કર્યા છે. ઔદ્યોગિક સંબંધ સંહિતાના ડ્રાફ્ટ નિયમોને 20 રાજ્યો અને સામાજિક સુરક્ષા સંહિતાના ડ્રાફ્ટ નિયમોને 18 રાજ્યોએ તૈયાર કર્યા છે. 


Indian Railways Rule: ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જાય તો મળશે વળતર, જાણો આ નિયમ


અઠવાડિયાાં 4 દિવસ કામ, 3 દિવસ રજા
અત્રે જણાવવાનું કે નવા વેજ કોડમાં રજા અંગે પણ જોગવાઈ છે. તેની અસર સેલરીડ ક્લાસ, ફેક્ટરીઓ અને મિલોમાં કામ કરતા મજૂરો પર પડશે. હવે કામના કલાકોમાં ફેરફાર થશે. નવા વેજ કોડ મુજ દિવસમાં 12 કલાક કામ કરવાનું રહેશે. અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે અને ત્રણ દિવસ રજા રહેશે. 


જો કે કેટલાક યુનિયને દિવસમાં 12 કલાક કામ કરવા અંગે સવાલ ઉઠાવ્યા છે. જેના પર સરકારે કહ્યું કે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનું રહેશે. જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે તો તેણે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે. તો પછી તેને અઠવાડિયામાં એક રજા જ મળશે. 


(ઈનપુટ-ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube