મલાલા અને તેમના પતિનો Video થયો વાયરલ, પૂછ્યું- શું દાઢી હટાવવી જોઈએ?

નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને તેના પતિનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને નવા વર્ષે રિઝોલ્યુશન લેવા માટે એક ગેમ રમતા જોવા મળે છે.

મલાલા અને તેમના પતિનો Video થયો વાયરલ, પૂછ્યું- શું દાઢી હટાવવી જોઈએ?

ઈસ્લામાબાદ: નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને તેના પતિનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને નવા વર્ષે રિઝોલ્યુશન લેવા માટે એક ગેમ રમતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મલાલા અને તેના પતિ અસર મલિક મેજ પર થોડા અંતરે રાખેલા એક ગ્લાસમાં પેનને ફેંકવાની કોશિશ કરતા એ નક્કી કરે છે કે તેમણે કયો રિઝોલ્યુશન લેવો જોઈએ અને કયો નહીં. 

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક મિનિટ 22 સેકન્ડનો છે. વીડિયોમાં મલાલા તેના હસબન્ડને પૂછે છે કે શું મારે આવનારા વર્ષે જિમમાં જવું જોઈએ? ત્યારબાદ તે પેન ગ્લાસમાં નાખવા માટે ફેંકે છે જો કે તેમનું નિશાન ચૂકી જાય છે. ત્યારબાદ તેમના પતિ અસર પૂછે છે કે શું આપણે પ્લે સ્ટેશન ખરીદવું જોઈએ અને પેનને ગ્લાસ તરફ ઉછાળીને ફેકે છે. પરંતુ આ નિશાન પણ ચૂકી જાય છે. 

દાઢી હટાવવા માટે કરી આ વાત
મલાલા ફરીથી પૂછે છે કે શું અસરે પોતાની દાઢી હટાવવી જોઈએ? જેનો જવાબ તે પોતે આપતા કહે છે કે ના, તમને આમ કરવાની મંજૂરી નથી. જો તમે આમ કર્યું તો તમારે ઘર છોડવું પડશે. ત્યારબાદ અસર પૂછે છે કે શું મલાલાએ 'નો શોપિંગ જાન્યુઆરી' સેલિબ્રેટ કરવું જોઈએ. ત્યારબાદ તેઓ પેન ફેંકે છે પરંતુ તે ગ્લાસ સાથે ટકરાઈને નીચે પડે છે. જેના પર મલાલા કહે છે કે આ ખુબ નજીક હતું. 

Hahaha I love @Malala ♥️😂

— PratPanc (@PratPanc) December 18, 2021

વીડિયોના અંતે માંગ્યુ ડોનેશન
ત્યારબાદ મલાલા આગામી સવાલ પૂછે છે કે મારે ઈન્સ્ટાગ્રામ પર હસન મિનાઝને અનફોલો કરવો જોઈએ? અત્રે જણાવવાનું કે હસન મિનાઝ અમેરિકી કોમેડિયન છે જો કે આ વખતે પણ તેમની પેન ગ્લાસ સાથે ટકરાઈને નીચે પડી જાય છે. મલાલા કહે છે કે હું વિચારું છું કે તેને હામાં ગણવું જોઈએ. કારણ કે તેણે ગ્લાસને ટચ કર્યું છે. ત્યારબાદ અસર પૂછે છે કે શું મારે હસન મિનાઝને ફોલો કરવો જોઈએ. પરંતુ તેમનું પણ પેન ગ્લાસથી ઘણી આગળ જઈને પડે છે. વીડિયોના અંતમાં મલાલા એવું કહેતા સંભળાય છે કે હસન મિનાઝ સહિત જે પણ આ વીડિયો જુએ છે તેમણે છોકરીઓના શિક્ષણ માટે મલાલા ફંડમાં દાન કરવું જોઈએ. આ વખતે તેઓ પોતે ઉઠીને નજીકથી ગ્લાસમાં પેન નાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news