Salary વધવાની ખુશી થઇ જશે ગાયબ! આ નવા નિયમ બાદ તમારી સેલરી સ્લિપમાં થશે ફેરફાર
New Wage Code: કોરોના કહેર બાદ પણ ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓની સેલરીમાં વધારો કર્યો છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો તમારી ટેક હોમ સેલરી વધુ થઇ જાય તો તમે આ સમાચાર ધ્યાનથી વાંચી લો.
નવી દિલ્હી: New Wage Code: કોરોના કહેર બાદ પણ ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓની સેલરીમાં વધારો કર્યો છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો તમારી ટેક હોમ સેલરી વધુ થઇ જાય તો તમે આ સમાચાર ધ્યાનથી વાંચી લો. કારણ કે તમારી ખુશી હવે ગાયબ થવાની છે. જોકે નવા વેજ કોડ (New Wage Code) લાગૂ થયા બાદ તમારી ટેક હોમ સેલરી ઘટવાની સાથે જ ટેક્સનો બોજો પણ વધી શકે છે. આવો જાણો વિસ્તારથી...
ભથ્થામાં ઘટાડો કરવો પડશે
કોઇ કર્મચારીની Cost-to-company (CTC) માં ત્રણથી ચાર કંપોનેંટ થાય છે. બેસિક સેલરી, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), રિયાયરમેન્ટ બેનેફિટ્સ જેવા PF, ગ્રેજ્યુટી અને પેંશન અને ટેક્સ બચાવવાવાળ ભથ્થા જેમ કે LTA અને એન્ટરટેનમેંટ એલાઉન્ટ. હવે નવા વેજ કોડમાં એ નક્કી થયું છે કે ભથ્થું કુલ સેલરી કરતાં કોઇપણ કિંમતે 50 ટકાથી વધુ હોઇ ન શકે. એવામાં જો કોઇ કર્મચારીની સેલરી 50,000 રૂપિયા દર મહિને છે. તો ત્મની બેસિક સેલરી 25,000 રૂપિયા હોવી જોઇએ અને બાકીના 25,000 રૂપિયામાં તેમનું ભથ્થું હોવું જોઇએ.
Whatsapp થયું 'રંગીન ' ! આ યૂઝર્સને મળી રહ્યું છે જક્કાસ ફીચર, બદલાઇ જશે મેસેજ વાંચવાનો અંદાજ
એટલે કે અત્યાર સુધી જે કંપનીઓ બેસિક સેલરીને 25-30 ટકા રાખે છે, અને બાકીનો ભાગ એલાઉન્સનો રાખતા, તે હવે બેસિક સેલરીને 50 ટકાથી ઓછો રાખી શકશે નહી. એવામાં કંપનીઓને નવા વેજ કોડના નિયમોને લાગૂ કરવા માટે ઘણા ભથ્થામાં ઘટાડો પણ કરવો પડશે.
નિવૃતિ માટે વધુ પૈસા એક્ઠા કરવા પડશે
પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેજ્યુટી સીધી કર્મચારીની બેસિક સેલરી સાથે જોડાયેલ હોય છે. સ્પષ્ટ છે કે સેલરી વધવાથી આ બંને કંપોનેંટનું યોગદાન પણ વધી જાય છે. એટલે કે કર્મચારીનું રિટાયરમેંટ ફંડ તો વધશે પરંતુ તેમના હાથમાં આવનાર સેલરી ઘટી જશે, કારણ કે હવે તેમના હાથમાં આવનાર સેલરી ઘટી જશે, કારણ કે હવ એક મોટો ભાગ PF ગ્રેજ્યુટીમાં જવા લાગશે. તેને એક ઉદાહરણથી સમજીએ. માની લો કોઇ કર્મચારીની સેલરી 1 લાખ રૂપિયા છે. તેની બેસિક સેલરી 30,000 રૂપિયા છે. કર્મચારી અને કંપની બંને 12-12 ટકનું યોગદાન PF માં કરે છે.
એટલે કે 36,000 રૂપિયાનું યોગદાન કરે છે. તો કર્મચારીની ઇન હેન્ડ સેલરી 92,800 રૂપિયા મંથલી. પરંતુ જ્યારે બેસિક સેલરી વધીને 50,000 રૂપિયા થઇ જાય, ત્યારે ઇન હેન્ડ સેલરી થઇ જશે 88,000 રૂપિયા એટલે કે 4800 રૂપિયા દર મહિને ઓછા થઇ જશે. આ પ્રકારે ગ્રેજ્યુટીની રકમમાં તો વધારો થશે.
ટેક્સ પર અસર
નવા વેજ કોડ લાગૂ થયા બાદ કર્મચારીઓનું સેલરી સ્ટ્રક્ચર બદલાઇ જશે. તેનાથી તે કર્મચારીઓની ટેક્સ દેણદારી વધી જશે જેની સેલરી વધુ છે. કારણ કે તેમના બધા ભથ્થાને CTC ના 50 ટકાની અંદર જ સમેટાઇ જશે. જ્યારે લોઅર ઇનકમવાળા ટેક્સની માર ઓછી પડશે. તેમના PF માટે યોગદાન વધશે. તેમને સેક્શન 80C હેઠળ 1.5 લાખ આ સુધીના યોગદાન પર ટેક્સ ડિડકશન મળશે તેનાથી તેમની ટેક્સ દેનદારી ઘટશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube