Hackers ના દરેક પ્રયત્નોને કરશે નિષ્ફળ, માર્કેટમાં આવી રહ્યો સૌથી Safe એંડ્રોઇડ ફોન! જાણો કેટલી હશે કિંમત

એંડ્રોઇડ સ્માર્ટફોન્સ (Android Smartphones) ને સિક્યોરિટીની દ્વષ્ટિએ ઓછો સુરક્ષિત ગણવામાં આવે છે. કારણ કે આ ફોન્સને હેક કરવો સરળ છે અને મોટાભાગે સાઇબર ફ્રોડનો શિકાર પણ થઇ જાય છે. પરંતુ હવે ભવિષ્યમાં એવું નહી થાય.

Hackers ના દરેક પ્રયત્નોને કરશે નિષ્ફળ, માર્કેટમાં આવી રહ્યો સૌથી Safe એંડ્રોઇડ ફોન! જાણો કેટલી હશે કિંમત

નવી દિલ્હી: એંડ્રોઇડ સ્માર્ટફોન્સ (Android Smartphones) ને સિક્યોરિટીની દ્વષ્ટિએ ઓછો સુરક્ષિત ગણવામાં આવે છે. કારણ કે આ ફોન્સને હેક કરવો સરળ છે અને મોટાભાગે સાઇબર ફ્રોડનો શિકાર પણ થઇ જાય છે. પરંતુ હવે ભવિષ્યમાં એવું નહી થાય. જર્મનીની એક આઇટી સિક્યોરિટી કંપનીએ તાજેતરમાં જ પોતાનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેને દુનિયાના સૌથી સુરક્ષિત એંડ્રોઇડ ડિવાઇસ ગણાવવામાં આવી રહ્યું છે. 

કોઇ કરી શકશે નહી ટ્રેક
આ કંપનીનું નામ નાઇટ્રોકી (Nitrokey) જેને તાજેતરમાં જ સ્માર્ટફોન માર્કેટમાં પોતાની ઓળખ બનાવવા માટે પ્રથમ પગલું માંડ્યું છે. કંપનીએ પોતાનો પ્રથમ સ્માર્ટફોન નાઇટ્રોકીફોન 1 (NitroPhone 1) લોન્ચ કરતાં આ દાવો કર્યો છે કે આ દુનિયાનો સૌથી સેફ એંડ્રોઇડ સ્માર્ટફોન છે. તેમાં સિક્યોરિટી, પ્રાઇવેસી અને સિંપલ યૂઝર એક્સપીરિયન્સ સાથે મોર્ડન હાર્ડવેર આપવામાં આવ્યા છે. આ ફોન ગૂગલના હાઇ ક્વોલિટી Pixel 4a અને GrapheneOS પર આધારિત છે, જેમાં પ્રાઇવેટ અને સિક્યોર મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ફોનમાં નહી મળે માઇક્રોફોન
તેનો અર્થ સ્પષ્ટ છે કે તમારા ફોનમાં ગૂગલ સર્વિસનો સપોર્ટ નહી મળે. ફોનમાં એકદમ લિમિટેડ એપ્સ પ્રી-ઇન્સ્ટોલ મળે છે. જોકે તમે ઇચ્છો તો તમારી જરૂરિયાત અનુસાર એપ્સને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો. આ ફોન ખાસ તે લોકો માટે છે, જે પોતાના પર્સનલ ડેટાની સુરક્ષાને લઇને ચિંતિત છે. આ ફોનના એપ્સ ડિવાઇસનો IMEI અને સીરિયલ નંબર, સિમ કાર્ડ, સિરિયલ નંબર, સબ્સક્રાઇબર આઇડી, મૈક એડ્રેસ જેવી ડિટેલ્સનો એક્સેસ મેળવી શકતા નથી. કંપનીએ સિક્યોરિટીને પ્રોત્સાહન માટે ડિવાઇસથી માઇક્રોફોન (Microphone) પણ હટાવી દીધો છે. જેથી કોઇપણ તમારી મરજી વિના વાતો સાંભળી શકે નહી. ફોન પર વાત કરવા માટે તમે ઇયરફોન કેનેક્ટ કરી શકો છો. 

કેટલી હશે ફોનની કિંમત?
જોકે ફોનના બાકી ફીચર્સને પિક્સલ 4A જેવા જ રાખવામાં આવ્યા છે. તેમાં 5.81 ઇંચની ફૂલએચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 6 જીબીની રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે. તેમાંન 12.2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનને કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકાશે. લોન્ચિંગ વખતે આ શાનદાર સ્માર્ટફોનની કિંમત 630 યૂરો એટલે કે લગભગ 55 હજાર રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ એક્સપર્ટ્સ અનુસાર, થોડા સમયમાં આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. તમે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ https://www.nitrokey.com/ પર જઇને નવી કિંમત વિશે જાણકારી મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news