મોબાઇલ નંબર પોર્ટિબિલિટી (MNP) વિશે આવ્યા મોટા સમાચાર, કંટાળ્યા હો તમારી કંપનીથી તો ખાસ વાંચો
હાલમાં નંબર બદલાવ્યા વગર એક કંપનીમાંથી બીજી કંપનીમાં શિફ્ટ થવાનું સહેલું છે
નવી દિલ્હી : સારી ઓફર્સ, વધારે બિલ અને અનલિમિટેડ ડેટાના સમયમાં એક કંપનીને છોડીને બીજી કંપનીની સર્વિસ લેવાનું સાવ સહેલું છે. જોકે હવે મોબાઇલ નંબર પોર્ટિબિલિટીની સુવિધા ટૂંક સમયમાં બંધ થઈ જાય એવા સંજોગો ઉભા થયા છે. જો આવું થશે તો ટેલિકોમ કંપની પોતાનું ધાર્યુ કરશે અને ગ્રાહકોને વારંવાર નંબર બદલવાની ફરજ પડશે. મળતી માહિતી પ્રમાણે માર્ચ, 201 પછી તમે તમારી ટેલિકોમ કંપની નંબર બદલ્યા વગર નહીં બદલી શકો. જોકે હાલમાં મોબાઇલ નંબર પોર્ટિબિલિટીની સિસ્ટમ સારી રીતે ચાલી રહી છે પણ આ સુવિધા બહુ જલ્દી બંધ થઈ જશે.
Gold Trailer : રૂંવાડા ઉભા કરી દેશે અક્ષયકુમારની 'ગોલ્ડ'નું ટ્રેલર
ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર પ્રમાણે મોબાઇલ નંબર પોર્ટિબિલિટીનું કામ કરનારી બે કંપનીઓ એમએનપી ઇ્ન્ટરકનેક્શન ટેલિકોમ સોલ્યુશન્સ અને સિનિવર્સ ટેકનોલોજી ખોટમાં ચાલે છે. કંપનીઓએ ટેલિકોમ વિભાગને કાગળ લખીને આ વાતની જાણકારી આપી છે. કંપનીની દલીલ છે કે જાન્યુઆરી પછી પોર્ટિંગ ફીમાં 80 ટકાનો ઘટાડો થવાને કારણે એને ભારે નુકસાન થયું છે. સુત્રો પાસેથી મળતી મહિતી પ્રમાણે આ કંપનીઓેનું લાઇસન્સ માર્ચ, 2019માં પુરું થઈ જાય છે. આ સંજોગોમાં કંપની પોતાની સર્વિસ બંધ કરી દેશે.
કંપનીઓ જો મોબાઇલ નંબર પોર્ટિબિલિટીની સર્વિસ બંધ કરી દેશે તો સૌથી વધારે નુકસાન ગ્રાહકોનું થશે. ખરાબ કોલ ક્વોલિટી, બિલિંગને લગતી સમસ્યાઓ તેમજ ટેરિફના કારણે સર્વિસ પ્રોવાઇડર સામે સમસ્યા હશે તો પણ એને સહેલાઇથી બદલાવી નહીં શકાય. શોર્ટ ટર્મમાં એનો કોઈ વિકલ્પ નહીં હોય. જોકે, ટેલિકોમ વિભાગનો દાવો છે કે જો કંપની પોતાનું લાઇસન્સ રિન્યૂ નહીં કરાવે તો તેમનો વિકલ્પ શોધવામાં આવશે અને બીજી કંપનીને લાઇસન્સ આપીને મોબાઇલ નંબર પોર્ટિબિલિટી ચાલુ રાખી શકાય છે.
દક્ષિણ અને પૂર્વી ભારતમાં મોબાઇલ નંબર પોર્ટિબિલિટીનું કામ જોનારી એમએનપી ઇન્ટરકનેક્શનનું કહેવું છે કે એ પોતાનું લાઇસન્સ સરેન્ડર કરશે અને પછી કામકાજ બંધ કરી દેવામાં આવશે. ઉત્તર અને પશ્ચિમ ભારતનું કામ જોનારી સિનિવર્સ ટેકને જબરદસ્ત નુકસાન થયું બંને કંપનીઓનો દાવો છે કે્ ટ્રાઇએ મનસ્વીપણે મોબાઇલ નંબર પોર્ટિબિલિટી ચાર્જ ઘટાડ્યો છે જેની કોર્ટમાં પડકારવામાં આવ્યો્ છે. કંપનીઓને એટલું નુકસાન થયું છે કે એ પોતાના કર્મચારીઓને પગાર પણ નથી આપી શકી.